વડોદરા, તા.૪ 

સયાજીપુરા ટાઉનશિપના ૨૪૦ જેટલા લાભાર્થીઓને હજુ સુધી આવાસ નહીં ફાળવાતાં આવેદનપત્ર આથી રજૂઆત કરી હતી. જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વડોદરા શહેર મહાનગરપાલિકાએ મુખ્યમંત્રી આવાસ યોજનાના ફોર્મ બહાર પાડેલ તેમાં સૌ લાભાર્થીઓએ ફોર્મ ભરેલા છે અને તે સમયે ૨૦૧૫માં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડ્રો કરવામાં આવેલો છે. તેમાં સૌના ડ્રોમાં વિધિવત્‌ નામો જાહેર થયેલા ત્યારે જરૂરી ડોકયુમેન્ટ સાથે આવાસ માટેની હોમલૉન કરી મુખ્યમંત્રી આવાસ યોજનામાં તાત્કાલિક સગવડ કરવા જણાવેલ તે લાભાર્થીઓએ તમામ પ્રોસેસ પૂર્ણ કરેલી છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું કે ૧૮ મહિનામાં આવાસ ફાળવી આપવામાં આવશે.

પરંતુ કમનસીબી એ છે કે આજે ર૦ર૦ પૂર્ણ થઈ ગયું છે અને હવે ૨૦૨૧ ચાલુ થઈ ગયું છે, છતાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળના લાભાર્થીઓને હજુ સુધી આવાસો મળ્યા નથી. આવાસના લાભાર્થીઓએ સંપૂર્ણ લૉન ભરી એનસીસી પણ મેળવી લીધી છે. ઘણાં લાભાર્થીઓને અડધા કરાં વધુ બેન્કની લૉન ભરાઈ ગઈ છે અને ઘણાને બેન્કની લૉનના હપ્તા ચાલુ થઈ ગયા છે પરંતુ હજુ આવાસો મળ્યા નથી. હવે લાભાર્થીઓની ધીરજ ખૂટી ગઈ છે જેથી વહેલીતકે મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળના આવાસો ફાળવવામાં આવે એવી માગ કરી છે.