વડોદરા : વડોદરા શહેરમાં દિવસે દિવસે કોરોનાની સ્થિતિ વધુને વધુ ગંભીર બનતી જાય છે. કોરોનાનો કાળો કહેર યથાવત જારી રહ્યો છે. તંત્રની ધરાર નિષ્ફળતાને લઈને કોરોનાના કેસોમાં અકલ્પનિય વધારો જાેવા મળી રહ્યો છે. ઇન્જેક્શનો અને દવાઓની બજારમાં અછત વર્તાતા લાચાર પ્રજા પાસેથી ઉંચા ભાવ વસૂલાય રહયાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. શહેરમાં દિવસ દરમ્યાન કોરોનાના વધુ ૩૯૫ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. તેમજ ૬૦ના મૃત્યુ નોંધાયા છે. કોરોનાના દાખલ દર્દીઓમાં એક્ટિવ ૩૦૨૮ દર્દીઓ પૈકી ૨૭૪૦ સ્ટેબલ, ૧૭૭ ઓક્સિજન અને ૧૧૧ વેન્ટિલેટર ઉપર રખાયા છે. જયારે સરકારી હોસ્પિટલોમાંથી સાત અને ખાનગી હોસ્પિટલોમાંથી ૩૦ને રજા અપાઈ છે.જ્યારે હોમ આઇસોલેશનમાંથી ૧૮૧ને મળીને કુલ ૨૧૮ ને રજા આપવામાં આવી છે. શહેરમાં અત્યાર સુધી નોંધાયેલા સત્તાવાર ૩૦૭૧૧ દર્દીઓમાં વધુ ૩૯૫ દર્દીઓનો વધારો નોંધાતા એની સંખ્યા ૩૧૧૦૬ને આંબી ગઈ છે. જ્યારે શહેરના વધુ ૨૫ન વિસ્તારોમાં અને ગ્રામ્યના વધુ ૧૫ વિસ્તારોમાં કોરોણાનું સંક્રમણ ફેલાયેલું જાેવા મળ્યું છે. શહેરમાં લેવાયેલા કુલ ૫૬૭૮ સેમ્પલો પૈકી ૫૨૮૩ નેગેટિવ તેમજ ૩૯૫ પોઝિટિવ આવ્યા છે. જયારે તંત્રના ચોપડે સત્તાવાર એકનું મોત નિપજતા સંખ્યા ૨૫૬થી વધીને ૨૫૭ થવા પામી છે. અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરાયેલા ૨૭૬૦૩માં વધુ ૨૧૮ને ડિસ્ચાર્જ કરાતા એની સંખ્યા ૨૭૮૨૧એ પહોંચી છે. કોવિદ-૧૯ના જે દર્દીઓ પોઝિટિવ આવે છે. એના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવે છે. એ નિયમાનુસાર ૬૯૧૨ વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. કોવિદ-૧૯ પોઝિટિવ કેસોની વડોદરા શહેરના ઝોન વાઈઝ કેસોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જાેવા મળ્યો છે. પૂર્વ ઝોનમાં અત્યાર સુધી નોંધાયેલા ૪૭૪૭ કેસમાં વધુ ૭૧નો ઉમેરો થતા સંખ્યા ૪૮૧૮ થવા પામી છે. જયારે મૃતાંક ૪૫ છે. આજ પ્રમાણે જાેવામાં આવે તો પશ્ચિમ ઝોનના ૫૪૧૮ કેસમાં વધુ ૮૦ નોંધાતા ૫૪૯૮ અને મૃતંક૪૫ છે.ઉત્તર ઝોનના ૬૧૭૦માં વધુ ૭૨ નોંધાતા કુલ કેસ ૬૨૪૨ અને મૃતાંક ૫૭ છે.દક્ષિણ ઝોનમાં અત્યાર સુધીના ૫૮૦૨ કેસમાં વધુ ૭૫ નોંધાતા ૫૮૭૭૮કેસ અને મૃતાંક ૪૯ થવા પામ્યો છે. જયારે વડોદરા ઋરળના નોંધાયેલા ૮૫૩૮ કેસમાં વધુ ૯૭ ઉમેરાતા ૮૬૩૫ કેસ નોંધાયા છે.જયારે મૃતાંક ૬૧ છે. આ ઉપરાંત આઉટ સાઇડરના ૩૬ કેસ નોંધાયા છે. આમ અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ ૩૦,૭૧૧ કેસમાં વધુ ૩૯૫ કેસનો ઉમેરો થતા સંખ્યા ૩૧,૧૦૬ સુધી પહોંચી છે. જયારે મૃતાંક ૨૫૭ થયો છે. પાલિકા દ્વારા કરાયેલા હાઉસ ટુ હાઉસ હેલ્થ સર્વેમાં કાર્યરત ૮૨૪ ટિમ દ્વારા ૭૭૪૦૬ ઘરનો સર્વે કરીને ૨,૯૬,૪૦૩ની વસ્તીની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ૬૭ તાવના, ૯૪ શરદી-ખાંસીના મળીને કુલ ૨૧૫ દર્દીઓ જાેવા મળ્યા હતા. આ ટીમ દ્વારા અત્યાર સુધીમાં ૧.૫૬ લાખ ઘરમાં ૬,૦૦,૨૨૬ની વસ્તીને આવરી લેવામાં આવી છે. જેમાં ૧૩૦ તાવના અને ૧૯૫ શરદી-ખાંસીના મળીને કુલ ૪૩૬ દર્દીઓ જાેવા મળ્યા છે.

આજ પ્રમાણે ધન્વંતરિ આરોગ્ય રથની ૩૪ ટીમ દ્વારા ૧૩૧૭ પુરુષો અને ૧૫૫૨ સ્ત્રીઓ મળીને કુલ ૨૮૬૯ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. જેમાં ૧૬ તાવના અને ૯૦ શરદી ખાંસીના તેમજ અન્ય ૧૯૩૨ જાેવા મળ્યા હતા.જે પૈકી માત્ર બેને રીફર કરાયા છે. આ ટીમ દ્વારા આજ સુધીમાં ૫૦૦૮૧૭ પુરુષો અને ૬૧૯૬૨૮ સ્ત્રીઓ મળીને કુલ ૧૧,૨૨,૦૦૭ દર્દીઓને ચકાસવામાં આવ્યા છે. જેમાં ૫૩૩૫ તાવના અને ૧૯૨૨૦ શરદી-ખાંસીના દર્દીઓ ઉપરાંત અન્ય ૮૦૧૯૦૭ દર્દીઓ જાેવા મળ્યા છે. જે પૈકી ૬૫૮ને રીફર કરાયા છે. આમ દિવસે દિવસે કોરોનાની સ્થિતિ વકરતી જાય છે. જેને કાબુમાં લેવાને માટે તંત્રના હાથ ટૂંકા પડે છે.

હાથલારીમાં અંતિમયાત્રા કાઢવી ૫ડી...

નાગરવાડા ખાતે શાક માર્કેટમાં નાનકડો વેપલો કરતી ૬૫ વર્ષીય વૃદ્ધાનું કોરોનામાં મૃત્યુ થતાં શબવાહિની માટે કલાકો સુધી રાહ જાેયા બાદ કંટાળેલા કુટુંબીઓએ આખરે નાછૂટકે એ મહિલા જે લારીમાં રોજ શાકભાજી વેચી ગુજરાન ચલાવતી હતી, એ જ હાથલારીમાં કમનસીબ વૃદ્ધાની અંતિમયાત્રા કાઢવી પડી હતી. નાગરવાડાથી ખાસવાડી સ્મશાન સુધીની આ યાત્રા જાેનારાઓ વડોદરાના હાકેમ અને રાજકારણીઓ પર ફિટકાર વરસાવી રહ્યા હતા.

ત્રણ દિવસમાં રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો સામાન્ય બની જશે

વડોદરા શહેરમાં હાલમાં કોરોનાના દર્દીઓને માટે જરૂરી એવા રેમડેસીવર ઈન્જેક્શનોની ભારે અછત વર્તાઈ રહી છે.જેને લઈને આ ઈન્જેક્શનોના ધૂમ કાળા બજાર થઇ રહયા છે.તેમજ એના નિયત કરેલા ભાવ કરતા ત્રણ ઘણા ઉપરાંત ભાવ ગરાજવાનો અને લાચારો પાસેથી વસુલવામાં આવી રહ્યા છે. ત્યારે એની અછત અંગે ભારે ઉહાપોહ મચતા વડોદરા ખાતે નિમાયેલા કોવિદ-૧૯ માટેના ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે આ અછત વિષે કબૂલાત સાથે જણાવ્યું હતું કે, હાલમાં શહેરમાં રેમડેસીવર ઈન્જેક્શનોની ભારે અછત વર્તાઈ રહી છે. આ બાબતે સબંધીતોની સાથે ચર્ચા વિચારણાઓ કરીને એનો જથ્થો બે -ત્રણ દિવસમાં નિયત કરેલા રાહતના ભાવે પૂરતા પ્રમાણમાં મળી રહે એવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

ન્યાયમંદિરની એચડીએફસી બેંકમાં કોરોનાનું સંક્રમણ

ન્યાય મંદિર ખાતે જૂની સાધના ટોકીઝના બિલ્ડિંગમાં આવેલ એચડીએફસી બેંકમાં કોરોનાનું સંક્રમણ જાેવા મળ્યું છે. બેંકમાં ફરજ બજાવતા સ્ટાફમાં કોરોના જાેવા માલ્ટા કર્મચારીઓમાં ભયની લાગણી છે.તેમજ આ કર્મચારીઓના સંપર્કમાં આવેલ ગ્રાહકોમાં પણ દર ફેલાયો છે. જેને લઈને બેન્કને સૅનેટાઇઝ કરીને બંધ કરી દેવામાં આવી હતી.

બીસીએના કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટે ચઢ્યા

વડોદરા સ્થિત બરોડા ક્રિકેટ એસોસીએશનના દશ જેટલા કર્મચારીઓ કોરોનાની ઝપટે ચઢયા છે. કોરોનાનો પંજાે ત્યાં પણ પ્રસરતા કર્મચારીઓમાં દહેશતનો માહોલ જાેવા મળી રહ્યો છે. બીસીએની જુના પાદરા રોડ પર આવેલ કચેરીમાં કામ કરતા તમામ કર્મચારીઓના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ કચેરીમાં કામ કરતા ૩૦ પૈકી ૨૩ના કરાયેલા કોરોના ટેસ્ટમાં નવ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા તેઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

પાલિકાની કચેરીના કર્મચારીઓ કોરોનાગ્રસ્ત

વડોદરા મહાનગર પાલિકાની વિવિધ કચેરીઓના કર્મચારીઓ રોજે રોજ કોરોના સંક્રમીત બનતા જાેવા મળે છે.જેને લઈને પાલિકાના કર્મચારીઓ ભયના માહોલ વચ્ચે ફરજ બજાવી રહ્યા છે.ત્યારે પાલિકાની ખંડેરાવ માર્કેટ સ્થિત વડી કચેરી ખાતે આવેલ પાણી પુરવઠા વિભાગની કચેરીના કર્મચારીઓ કોરોના પોઝિટિવ બન્યા હતા.જેને લઈને આ કચેરીને બંધ કરી દેવામાં આવી છે. તેમજ ત્યાં સૅનેટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આને કારણે ભાર મનણે પાણીની સમસ્યા ભોગવતા શહેરીજનોને વધુ હાલાકીનો સામનો કરવો પડશે એવી આશંકા સેવાઈ રહી છે.

શહેરના ૨૫ અનર રૂરલના ૧૫ વિસ્તારો કોરોના સંક્રમિત

વડોદરા શહેરના ૨૫ જેટલા આને વડોદરા ગ્રામ્યના ૧૫ જેટલા વિસ્તારો કોરોના સંક્રમણની ઝપેટે આવ્યા છે. વડોદરા શહેરના જે વિસ્તારોમાં આ સંક્રમણ જાેવા મળ્યું છે. એમાં

બાપોદ, પાણીગેટ, કિશનવાડી, સવાદ, વારસિયા, ફતેપુરા, કારેલીબાગ, નવાયાર્ડ, નવીધરતી, સમા, શિયાબાગ, છાણી, ગાજરવાડી, આજવા રોડ, માંજલપુર, મકરપુરા, યમુનામિલ માણેજા, તાંદલજા, અટલાદરા, અકોટા, ગોત્રી, સુભાનપુરા અને જેતલપુરનો સમાવેશ થાય છે. જયારે વડોદરા રૂરલનાં જે વિસ્તારોમાં કોરોના સંક્રમણ ફેલાયું છે. એમાં પાદરા, સાવલી, ડભોઇ, કરજણ, ભાદરવા, ખાનપુર, કોયલી, વેમાલી, વાઘોડિયા, સાંગાડોલ, ખેડાકરમસીયા, કણજટ, કરખડી, સાંકરદા અને નંદેસરીનો સમાવેશ થાય છે. આમ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો પંજાે પ્રસરતો જાય છે.