ગોંડલ, ગોંડલના ઘોઘાવદર નજીક સોમનાથ અને પ્રાંચી પિતૃ કાર્ય માટે જતી ૭૦ મુસાફરો ભરેલી ખાનગી ટ્રાવેલ્સ બસ આખલાને બચાવવા જતા પલટી ખાઈ ગઈ હતી.ખાનગી બસમાં સવાર કુલ ૭૦ જેટલા મુસાફરોમાંથી તમામ મુસાફરો ઘવાયા હતા.જેમાંથી આઠ મહિલા સહિત ૩૦ મુસાફરોને રાજકોટ સીવિલમાં ખસેડવામાં આવ્યા હતા.ઘવાયેલા મુસાફરોમાં ભાડલા,વડાળી,કમળાપુર અને જસદણનો કોળી પરિવાર હતો.આ બનાવની જાણ થતા જ ગોંડલ પોલીસનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કર્યો હતો.બનાવની વિગતો અનુસાર,આજરોજ વહેલી સવારે ત્રણ વાગ્યે જસદણની આઈકૃપા ટ્રાવેલ્સની બસ ગોંડલ નજીક ઘોઘાવદર પાસે પહોંચતા એક આખલો વચ્ચે ઉતરતા બસના ચાલક વાઘજીભાઈ કુરજીભાઈ કોળીએ સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલટી હતી.બસમાં સવાર ૭૦માંથી તમામને મુસાફરોને નાની મોટી ઇજા થઇ હતી.અકસ્માતના બનાવને પગલે ૧૦૮,નગરપાલિકા અને માનવ સેવા સમાજ,માંધાતા ગ્રુપની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા.બસના ડ્રાઈવર સહિત આશરે ૭૦ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.૩૦ જેટલા મુસાફરોને રાજકોટ ની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જ્યારે અન્ય લોકોને ગોંડલ ની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.અકસ્માતની ઘટનાને લઈને ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા(ગણેશભાઈ), સમીરભાઈ કોટડીયા,કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ ચંદુભાઈ ડાભી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.આ ઉપરાંત ગોંડલ શહેર પોલીસના પીઆઇ સંગાળા પણ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.ઘવાયેલાઓમાં ચોટીલાના લખચોકીયા, ભાડલા,વડાળી,જસદણ કમળાપુરના સાકરીયા અને મેણીયા(કોળી)પરિવારના લોકો હતા.કોળી પરિવારના સભ્યોએ જસદણના આઈકૃપા ટ્રાવેલ્સની ખાનગી બસ બુક કરાવી હતી.તેઓ પિતૃકાર્ય માટે પ્રાંચી અને સોમનાથ જઈ રહ્યા હતા.