આણંદ : હાલમાં કોવિડ-૧૯ની મહામારીએ સમગ્ર દુનિયાના અર્થતંત્રને ડામાડોળ કરી નાખ્યું છે. અસર મુખ્યત્વે રોજગાર ક્ષેત્રમાં વધુ જાેવાં મળી રહી છે. આવાં સમયે ચારુસેટની ચંદુભાઈ એસ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના કમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી કૈવન શાહને એમેઝોન તરફથી વાર્ષિક રૂ.૩૦ લાખનું પેકેજ ઓફર કરવામાં આવ્યું છે. અન્ય ૧૫૭ વિદ્યાર્થીઓને પ્રત્યેકને વાર્ષિક લગભગ રૂ.૫.૫૦ લાખ સુધીનું પેકેજ ઓફર કરવામાં આવ્યું છે. 

આ વર્ષે ઓગસ્ટની શરૂઆતથી જ પ્લેસમેન્ટની પ્રવૃત્તિમાં વધારો જાેવાં મળ્યો છે. વિવિધ કંપનીઓએ ચારુસેટના વિદ્યાર્થીઓને નોકરીની આકર્ષક ઓફર આપવા માટે સંપર્ક કર્યો છે. તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ, ક્રેસ્ટ ડેટા સિસ્ટમ્સ, મેડિટેબ સોફ્ટવેર (ઇન્ડિયા) પ્રા.લિ., ગેટવે, બેકન્સી ટેક્નોલોજી, વોલાન્સિસ ટેકનોલોજીસ, ઇ-ઇન્ફોચીપ્સ, જેવીઓ, તત્વ સોફ્ટ, સાઇબર કોમ, સોફ્ટનોટિક્સ અને અન્ય ઘણી કંપનીઓએ જાેબ ઓફર કરી છે. ઇન્ફોસિસ, ઇવોસિસ અને વ્હાઇટ હેટ જૂનિયર સહિતની કંપનીઓ હરોળમાં છે.

 ચારુસેટના વિવિધ પ્રોગ્રામના ૧૫૭ વિદ્યાર્થીઓ જેમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફર્મેશન ટેકનોલોજી, કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, કમ્પ્યુટર એપ્લિકેશનની પસંદગી ઓગસ્ટના પહેલાં જ અઠવાડિયામાં કરવામાં આવી હતી. ચારુસેટમાં વિદ્યાર્થીઓની આ બેચ માટે વર્ષની સફળ શરૂઆત થઇ છે. આ વર્ષે જૂનમાં યુનિવર્સિટીમાંથી સ્નાતક થનારા ઘણાં યુવાનોને ભરતી દ્વારા વાર્ષિક રૂ. ૫.૫૦ લાખથી વધુની ઓફરનો લાભ મળ્યો છે.

ચંદુભાઈ એસ.પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના કમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી કૈવન શાહે કહ્યું હતું કે, મને આટલું સારું પ્લેસમેન્ટ આપવા બદલ ચારુસેટ યુનિવર્સિટીના તમામ ફેકલ્ટી, ડિપાર્ટમેન્ટ અને ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલનો આભારી છું. ચારુસેટમાં મારો અનુભવ આજીવન યાદ રહેશે.

CDPCના વડા ડૉ.અશ્વિન મકવાણા અને TPO દિવ્યાંગ પુરોહિતે કહ્યું હતું કે, CDPC દ્વારા કરવામાં આવેલાં ઉત્સાહી કાર્યના કારણે પ્લેસમેન્ટ પ્રવૃત્તિઓની સફળ શરૂઆત જાેવાં મળી છે. વધુ સારું પ્લેસમેન્ટ સુનિશ્ચિત કરવા માટે, CDPCનો હેતુ કારકિર્દી માર્ગદર્શન અંગેના વિવિધ સેશન યોજીને વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહક વાતાવરણ ઊભું કરવાનો છે, જેમાં ઇન્ડસ્ટ્રીઝ અને એકેડેમીના વક્તાઓ તેમને ગ્રેજ્યુએશન પછીની ઉપલબ્ધ તકો વિશે માર્ગદર્શન આપે છે. ચારુસેટ યુનિવર્સિટી તેના વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીના ર્નિણયો પ્રત્યે યોગ્ય માર્ગદર્શન આપે છે અને તેઓને બહારની દુનિયા માટે તૈયાર કરે છે.

કેળવણી મંડળ-ચારુસેટના પ્રમુખ સુરેન્દ્રભાઇ પટેલ, કેળવણી મંડળના સેક્રેટરી ડો.એમ.સી. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ-ચારુસેટના આઇટી સલાહકાર અશોક પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડૉ. પંકજ જોશી, રજિસ્ટ્રાર ડૉ. દેવાંગ જોશી, CSPIT‌ના પ્રિન્સિપાલ ડો.એ.ડી. પટેલ, DEPSTARના પ્રિન્સિપાલ ડો.અમિત ગણાત્રા, CMPICAના પ્રિન્સિપાલ ડો.અતુલ પટેલ વગેરેએ તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા-અભિનંદન આપી હતી.