દિલ્હી- 

ટેલીકોમ કંપની વોડાફોન 20,000 કરોડના ટેક્સ વિવાદ કેસમાં ભારત સરકારને હરાવીને આંતરરાષ્ટ્રીય મધ્યસ્તા મામલામાં જીત મેળવી છે. કંપનીને શુક્રવારે કહેવામાં આવ્યું હતું કે તેણે સિંગાપોરની આંતરરાષ્ટ્રીય અદાલતમાં 12,000 કરોડની લેણાં અને 7,900 કરોડ દંડ સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ કેસમાં ભારત સરકાર સામે જીત મેળવી છે.

2016 માં, વોડાફોને આંતરરાષ્ટ્રીય મધ્યસ્તા કેન્દ્ર, સિંગાપોર, આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન સેન્ટર પાસે ભારત સરકાર વિરુદ્ધ અરજી કરી હતી. એરવેવ્સના ઉપયોગ પર લાઇસન્સ ફી અને રીટ્રોએક્ટીવ ટેક્સ દાવાને લઈને વિવાદ શરૂ થયો.