વર્ષ ૨૦૨૦માં દેશ અને દુનિયામાં એક પછી એક એવી ઘટનાઓ બની કે આમ પ્રજા માટે એક એક દિવસ જાણે વર્ષો સમાન વિત્યા હોય તેવું લાગી રહ્યું છે. જોકે હવે ૨૦૨૦ને પુરૂ થવામાં ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે નવા વર્ષના આગમન ને લઈને લોકોમાં એક તરફ નિરાશા અને સરકારના દિવસે ને દિવસે બદલાતા નિયમોને લઈને લોકોમાં વિરોધા ભાસ જોવા મળી રહ્યો છે. અને તેની સાથે જ સરકારે લીધેલા ર્નિણય સામે આમ પ્રજામાં ભારે વિરોધ પ્રસરી રહ્યો છે. 


કોરોના મહામારી વચ્ચે દેશભરના તમામ પ્રકારના ક્ષેત્રોને વધુમાં વધુ નુકસાન થયું


કોરોના મહામારીએ દેશ અને દુનિયાની અર્થતંત્રની કમરને તોડી નાખી છે. જે આજદિન સુધી સરકારના અનેક પ્રયત્નો છતાં પાટા પર ચડી શકી નથી. તેમાં મહત્વની ભૂમિકા ભજવી છે ચીનના વૂહાનમાં કોરોના ફેલાતા ચીનમાથી ભારતના ૩૨૦ જેટલા લોકોને એર લીફટ કરીને ફેબ્રુઆરીમાં દિલ્હી ખાતે ઉતાર્યા. તે આવેલા પૈકીમાંથી પ્રથમ કોરોના કેસ કેરલમાં નોંધાયો હતો. ત્યારબાદ હૈદરાબાદ, જયપુર અને દિલ્હીમાં ૯ જેટલા કેસ નોંધાતા સરકારે વિશ્વભરમાં ફેલાયેલા કોરોનાનું રાક્ષસી સ્વરૂપ પારખી જઇને રાષ્ટ્રીય સંકટ જાહેર કર્યુ. 


ભારતમાં કોરોનાની સાંકળ તોડવા સરકારે કર્ફ્યુ અને લોકડાઉન માટે અપીલ કરી


વિશ્વભરના દેશોમાં કોરોનાના કારણે ૧૦ હજારથી મૃત્યુઆંક વધી રહ્યો હતો તેમજ કોરોના દર્દીઓની સંખ્યા લાખો માં આગળ વધતી ચાલી હતી. ભારતમાં કોરોનાની સાંકળ તોડવા સરકારે કર્ફ્યુ માટે અપીલ કરી જેનો દેશભરમાં લોકોએ ગંભીરતાથી અમલ કર્યો. માર્ચના છેલ્લા અઠવાડિયામાં લોકડાઉન જાહેર કર્યું. છતાં કોરોના કેસ વધતા પરિસ્થિતીને જોતા સરકારે કર્ફયું અને લોકડાઉન મુદત વધારી જે વધીને ૬૮ દિવસ સુધી લંબાવતા આમ લોકો ભારે પરેશાન-ત્રસ્ત થઈ ગયા હજારો લોકોએ પોતાના વતન તરફ હિજરત કરવી પડી હતી.


ધંધા રોજગારની કરોડરજ્જુ ગણાતા શ્રમીકોની હિજરતથી અર્થતંત્ર ખોરવાયું



કોરોના મહામારી વચ્ચે સૌથી વધુ કફોડી હાલત દેશના અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રમિકો અને સ્થાનિક રાજ્યના શ્રમિકોની થઈ હતી અનૈ તેઓની હાલત વધુ દયનિય બની હતી. આવક બંધ થવા સાથે ખાવાના સાંસા પડવા લાગતાં એક કરોડથી વધુ શ્રમજીવીઓ તંત્રના ત્રાસ વચ્ચે અને કોરોનાના કહેર વચ્ચે વતન તરફની વાટ પકડી હતી. રસ્તામા કેટલાકના મૃત્યુ પણ થયા છતાં ગમ્મે તેમ કરીને ભૂખ્યા તરસ્યા પોત પોતાના વતન પહોચી ગયા. તેની મોટામાં મોટી અસર નાના-મોટા તમામ પ્રકારના ઉદ્યોગો, વેપાર-ધંધા, રોજગારી પર થઈ અને તેની અસર આજે પણ અનુભવાઇ રહી છે.


૨૦૨૦ના વર્ષમાં રાજકીય હસ્તીઓથી લઈને સિનેજગતની હસ્તીઓએ જીવ ગુમાવ્યા


૨૦૨૦ નું વર્ષ કોરોના કહેર બની રહ્યું. જે સમય દરમ્યાન નામી રાજકીય હસ્તીઓના મૃત્યુ થયા, સિનેજગતમાં પણ કેટલાક મૃત્યુ થયા, જેમાં સુશાંતસિંહના મોતે દેશભરમાં મોટી ચકચાર જગાવી, ટીવી કલાકારોનો પણ મૃત્યુ થયા. પરંતુ આ કોરોના કહેરમાં દેવદૂત કે ભગવાન રૂપ વોરિયર્સ સાબિત થયા ડૉક્ટરો, મેડિકલ સ્ટાફ, પોલીસ ફોર્સ,સફાઈ કર્મચારીઓ.આમાના અનેક કોરોનાની ચપેટમાં આવી ગયા અને કેટલાક મૃત્યુ થયા છતાં વોરિયર્સો હિંમત હાર્યા વગર પોતાની ફરજ બજાવવામાં પાછા પડ્યા નથી આજે પણ કોરોના સામે પોતના જીવની પરવાહ કર્યા વગર દિવસ રાત એક કરીને કોરોના સામે લડી રહ્યા છે. 


જોત જોતમાં કારોના મહામારીએ દેશ દુનિયામાં રોદ્રરૂપ ધારણ કર્યું 


કોરોના મહામારી માંથી લોકોને ઉગારવા માટે સરકારે વધુ હોસ્પિટલો ઉભી કરવી પડી, હોટલોને હોસ્પિટલમાં ફેરવવી પડી, ક્યાંક મોટા બાંધકામોને હોસ્પિટલમાં ફેરવવા પડ્યા અને તેનું કારણ હતું. જોકે કોરોના મહામારીને ૧૦ મહિનાથી પણ વધુ સમય થયો હોવા છતાં હજુ તેની કાળો પડછાયો દેશ અને દુનિયા માંથી હટવાનો નામ નથી લઈ રહ્યો. દિવસે ને દિવસે કોરોના પણ અલગ રૂપ અને અલગ અંદાજમાં ફરી પોતાની સ્પીડ પકડી રહ્યો છે. ત્યારે આવા કઠીન સમયમાં કોરોનાને કારણે દેશના અનેક ઉદ્યોગો ઠપ થઈ ગયેલા જે અનલોક બાદ શરૂ કર્યા પરંતુ તેમા કાર્ય કરતા શ્રમજીવીઓ પરત ફરવા તૈયાર નથી. તો થોડા ઘણા જે તે ઉદ્યોગો તેમના શ્રમિકોને વતનમાંથી લઈ આવ્યા પરંતુ નિકાસ ખૂબ ધીમી પડી ગઈ છે તો ઉત્પાદન પણ ઘટી ગયું છે. દરેક ક્ષેત્રોમાં આવી હાલત છે.


કોરોના વેકસીન ની રાહ જોતું સમગ્ર વિશ્વ


વિશ્વના અનેક દેશોમાં હાહાકાર મચાવતો કોરોના આ સમય વચ્ચે એક આશાનું ઉમ્મીદ હતી કે કોરોના મહામારી સામે લડવા માટે રસી કયારે આવશે એને કયો દેશ તેને દુનિયા સામે લાવશે. કોરાનો રસીને લઈને અનેક દેશો વચ્ચે હરીફાઈ જોવા મળી પરંતુ કયારેક આશા તો કયારેક નિરાશા વચ્ચે હવે રસી કયારે પુર્ણ રૂપે કારગાર સાબિત થશે તેના પર હવે સૌ કોઈ મિત માંડી બેઠા છે. વૈજ્ઞાનિકોની કોરોના નાથવા માટેની રસી શોધવાની સતત કામગીરી છતાં સફળતા મળતી ન હતી. કોરોના રસીને લઈને હવે જોકે વિશ્વના કેટલાક દેશો સાથે ભારતમા સફળતા તાજેતરમાં મળી છે. છતાં સો ટકા સફળતા નો દાવો થયો નથી. ટૂંકમાં ૨૦૨૦ ના વર્ષ એ આમ પ્રજાની રહેણી- કરણી, વહેવાર સહિત સમગ્ર જીવનમાં ન ધારેલું પરિવર્તન લાવી દીધું છે. તેનો સ્વીકાર કરવો જ રહ્યો..?