વડોદરા : શહેર જિલ્લામાં બેકાબુ બનેલા કોરોનાની ઝપટમાં ભાજપના કાઉન્સીલર આવ્યા હતા. છેલ્લા ચોવીસ કલાસમાં શહેર-જિલ્લામાંથી ૧૨૫ કોરોનાના નવા કેસો આવતા વડોદરાનો કુલ આંક ૧૦ હજાર એટલે કે ૯૯૧૮ પર પહોંચ્યો છે. તો બીજી તરફ કોરોનાના સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ દર્દીઓ પૈકી પ્રતાપ નગર પોલીસ હેડ ક્વાર્ટર નિવૃત્ત કર્મચારી સહિત ૨૧ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. જાેકે ડેથ કમિટીએ આજે વધુ એક દર્દીના મોતને સત્તાવાર જાહેરાત કરવામાં આવતા કોરોનાનો મૃત્યુઆંક ૧૬૪ પર પહોંચી ગયો છે.  

આરોગ્ય સૂત્રોના જણાવ્યા અનુસાર શહેર જિલ્લામાં વિવિધ વિસ્તારોમાંથી ૩૫૨૮ વ્યક્તિઓના શંકાસ્પદ કોરોનાના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાંથી ૩૪૦૩ના કોરોના રિપોર્ટ નેગેટીવ જ્યારે ૧૨૫ પોઝિટિવ આવ્યા હતા. જે તમામ શહેરના ફતેપુરા, નવાપુરા, કારેલીબાગ, નવાયાર્ડ, નવી ધરતી, ગોલવાડ, દંતેશ્વર, સમા, તરસાલી, માંજલપુર, યમુનામીલ, ગાજરાવાડી, ગોરવા, સુભાનપુરા, અટલાદરા, ગોત્રી, અકોટા, જેતલપુર, છાણી, ગોકુલનગર, કપુરાઇ, વારસીયા, સવાદ વગેરે વિસ્તારો તથા જિલ્લાના ડભોઇ, કરજણ, પીપલોદ, ગોરજ ડેસર, વેમાલી, ઉંડેરા, સાવલી, પાદરા અને શિનોર ખાતે પણ નવા કેસો નોંધાયા હતા.

વડોદરાની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓ પૈકી માણેજા પાસે આવેલ વ્રજદર્શન સોસાયટીમાં રહેતાં અને પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટસમાં રહેતાં મોચી તરીકે ફરજ બજાવતાં ૭૪ વર્ષિય કર્મચારી શરદી ખાંસી તથા તાવનો શિકાર બન્યા હતા. જેથી તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો. સારવાર દરમિયાન દર્દીનું મોત નીપજ્યું હતું. કરજણ તાલુકાના કુરાઇ ગામે રહેતાં ૭૦ વર્ષિય વૃૃધ્ધ કોરોના સંક્રમિત બન્યા હતા. તેમને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

શહેરના સલાટવાડાનાં બારોટ મહોલ્લામાં રહેતી મહિલા કોરોના સંક્રમિત બન્યા હતા. તેણીને સયાજી હોસ્પિટલમાં દાખલ કર્યો હતાં. જ્યાં મહિલા દર્દીનું મોત થયું હતું. આ સહિત ૨૧ દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતા. આ તમામ મૃતકોની અંતિમ વિધિ અલગ અલગ સ્મશાન ખાતે કરવામાં આવી હતી. આજે ૧૦૬ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાંઆવ્યા હતા. અત્યાર સુધી ૮૩૬૯ લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.હાલ કોરોનાની સારવાર લઇ રહેલા ૧૩૮૫ દર્દીઓ પૈકી ૧૪૪ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ૫૮ દર્દીઓ વેન્ટીલેટર ઉપર તથા ૧૧૭૯ દર્દીની હાલત સુધારા પર હોવાનું તબીબ સુત્રોએ જણાવ્યું હતું.

સહાયક નર્સ્િંાસની ભરતીની મંજૂરી મળતા સયાજી હોસ્પિટલમાં ભરતી પ્રક્રિયા શરૂ

કોવિડ - ૧૯ માટે સહાયક પરિચારીક (નર્સ) તરીકે સરકારી દ્વારા હંગામી ધોરણે ભરતી કરવાની મંજૂરી મળ્યા બાદ, સયાજી હોસ્પિટલમાં ૨૭ જેટલી સહાયક નર્સની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લખનિય છે કે, હાલ કોરોનાની મહામારીને લઇને મોટી સંખ્યામાં દર્દીઓ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઇ રહ્યા છે. આ સંજાેગોમાં હોસ્પિટલમાં નર્સ્િંાસ સ્ટાફની અછત જાેવા મળી રહી છે. જેથી રાજ્ય સરકાર દ્વારા હંગામી ધોરણે રૂા.૧૦ માસિક વેતન પર ભરતી કરવાની મંજૂરી આપવામાં આવી છે જેના ભાગરૂપે સયાજી હોસ્પિટલમાં ૨૭ જેટલી સહાયક નર્સની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું માહિતગાર સુત્રોએ જણાવ્યું હતું.

ભાજપના વધુ એક કાઉન્સીલર તથા જી.એસ.એફ.સી.માં ત્રણ કર્મચારી કોરોના સંક્રમિત

કોરોનાનું આક્રમણ શહેરમાં યથાવત રહ્યું છે તેવા સમયે મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના કાઉન્સીલર હસમુખભાઇ પટેલ, કોરોના સંક્રમિત બન્યા હતાં. કાઉન્સીલરને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. આ સાથે જી.એસ.એફ.સી. કંપનીના પણ વધુ ત્રણ કર્મચારીઓ કોરોના સંક્રમિત બન્યા હતાં. આ સાથે કોરોના સંક્રમિત કર્મચારીઓ કુલ આંક ૧૩૮ થયો હતો. આજે કોરોના સંક્રમિત બનેલા કર્મચારીઓમાં લોજીસ્ટીક ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતાં અને છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતા ૫૭ વર્ષના કર્મચારી, એનાલિસ્ટ વિભાગમાં ફરજ બજાવતાં ૩૦ વર્ષિય કર્મચારી તથા લેબ.વિભાગના ૫૫ વર્ષિય કર્મચારીનો સમાવેશ થયો છે.