અરવલ્લી,તા.૧૮ 

સમગ્ર રાજયમાં ગ્રામિણક્ષેત્રે ખેતીને મુખ્ય વ્યવસાય તરીકે અપનાવી ખેતી કરતા આદિજાતિના ખેડૂતોને બાગાયત વિભાગ દ્વારા ખાતર-બિયારણ અને જંતુનાશક દવાઓની સંલગ્ન કૃષિ વિષયક કિટ આપી ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં બહુધા આદિજાતિ વસતી ધરાવતા ભિલોડા અને મેઘરજ તાલુકાના ૪૧૮ આદિજાતિ ખેડૂતોને કૃષિ કિટ આપવામાં આવી છે.   આદિજાતિ ખેડૂતો આર્થિક રીતે સધ્ધરતા પાપ્ત કરી પોતાનું જીવન ધોરણ ઉચું આવે તેવા ઉમદા આશયથી રાજયના બાગાયત વિભાગ દ્વારા જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા નીમ કોટેડ યુરીયા ખાતર, નીમ ઓઇલ તથા ઉત્તમ ગુણવત્તાસભર શાકભાજી તેમજ ધાન્ય પાકોના બિયારણ અને જંતુનાશક કૃષિ કીટનું વિતરણ કરાય છે. તેની સાથે ઓછા ખર્ચે વધુ ઉપજ મેળવી શકે તેની અધતન તાલીમ આપવમાં આવે છે બાગાયત વિભાગ દ્વારા ભિલોડા તાલુકાના ૨૦૯ અને મેઘરજ તાલુકાના ૨૦૯ મળી કુલ ૪૧૮ આદિજાતિ ખેડૂતોને રૂ. ૭,૯૬,૭૦૮ કૃષિ કિટ આપવામાં આવતા આદિજાતિ ખેડૂતો પગભર બનશે.