દિલ્હી-

કોરોના ને રોકવા માટે, દેશમાં ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમને ઝડપી બનાવવા, કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 22 કરોડ રસી ના ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એ લોકોને અત્યાર સુધીમાં, 20.13 કરોડ ડોઝ આપ્યા છે, બાકીની 1.77 કરોડ રસીઓ હજી પણ રાજ્યો પાસે ઉપલબ્ધ છે.

મંત્રાલયે રસીના વધુ એક ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોકલ્યા છે. જે ત્રણ દિવસમાં બધાને મળી રહેશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર રાજ્યો પણ 50 ટકા જેટલી રસીઓ તેમના પોતાના પર ખરીદી શકે છે. દેશમાં રસીકરણ નો ત્રીજો તબક્કો પણ શરૂ થઈ ગયો છે. જેમાં 18 થી 44 વર્ષની વયના લોકો ને પણ રસી અપાય છે.