વડોદરા, તા૨૯

વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસ થી ટેસ્ટીંગની સંખ્યા વધી રહી છે.પરંતુ કોરોનાના કેસો ઘટી રહ્યા છે. ત્યારે બીજી તરફ કોરોનાના દર્દીઓનો મૃત્યુઆંક વધી રહ્યો છે. આજે કોરોનાના નવા ૨૨૫૭ કેસ નોંધાયા હતા.જ્યારે તેની સામે ૩૬૯૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આજે ડેથ ઓડિટ કમિટીએ વધુ ૩ દર્દીઓના કોરોનામાં મૃત્યુ જાહેર કરતાં સત્તાવાર મૃત્યુઆંક ૬૪૩ થયો છે.કોરોનાની ત્રીજી વેવમાં શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે છેલ્લા બે ત્રણ દિવસ થી ટેસ્ટીંગની સંખ્યા વધી રહી છે. સામે કોરોનાના કેસોની સંખ્યા ધટતા તંત્રએ રાહત અનુભવી છે.વિતેલા ૨૪ કલાકમાં ૧૦૬૨૨ લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેની સામે નવા ૨૨૫૭ કોરોનાના કેસ નોંધાયા હતા.જાેકે, પોઝિટીવ કેસ સામે આજે સ્વસ્થ થયેલા ૩૬૯૮ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.વડોદરામાં ૨૨,૧૭૧ એક્ટિવ કેસો છેે. જેમાં ૨૧,૬૫૫ હોમ આઈસોલેશન અને પ૧૬ દર્દીઓ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમાં ૩૧ દર્દીઓ વેન્ટિલેટર ઉપર અને ૧૭૭ દર્દીઓ ઓક્સિજન ઉપર સારવાર હેઠળ છે. આજે હોમઆઈસોલેશન હેઠળ સારવાર લઈ રહેલા તેમજ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા ૩૬૬૮ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે.

આજે દિવસ દરમિયાન મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમોએ શહેરના અલગ અલગ વિસ્તારો વિસ્તરોમાં સેમ્પલો સહિતની કામગીરી કરવામાં આવી હતી, જેમાં ૨૨૫૭ કોરોનાના કેસ સામે આવ્યા હતા. આજે નવા આવેલા કોરોનાના કેસોમાં શહેરના ચારેય ઝોન પૈકી પશ્ચિમ ઝોનમાં ૪૭૨, દક્ષિણ ઝોનમાં ૪૯૧, ઉત્તર ઝોનમાં ૪૬૦, પૂર્વ ઝોનમાં ૩૯૩ અને ગ્રામ્ય વિસ્તારમાં ૪૪૧કેસો નોંધાયા હતા.

કોરોનાની સારવાર લઈ રહેલા વધુ ૫ાંચ દર્દીઓનાં મોત

વડોદરા શહેરમાં કોરોનાની સારવાર લઈ રહેલી ચાર મહિલા સહિત વધુ પાંચ વ્યક્તિના મોત થયાં છે. આ પાંચેય સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. જ્યારે ડેથ ઓડિટ કમિટી દ્વારા આજે સત્તાવાર વધુ ચાર દર્દીઓનાં મોત કોરોનાથી થયાનું જાહેર કર્યું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સોમા તળાવ વિસ્તારના ૭ર વર્ષીય વૃદ્ધનું અને આણંદની ૩૦ વર્ષીય મહિલાનું, ઉપરાંત હાલોલની પ૯ વર્ષીય મહિલા તેમજ તાંદલજા વિસ્તારની ૬૦ વર્ષીય અને વારસિયા વિસ્તારની ૭૦ વર્ષીય વૃદ્ધાનું સયાજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયાં હતાં. ડેથ ઓડિટ કમિટીએ આજે વધુ ત્રણ મોત કોરોનાથી નીપજ્યાં હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી.