રાજકોટ-

શહેરની સેન્ટ્રલ જેલમાં એક સાથે ૨૩ કેદીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થતાં ખળભળાટ મચી ગયો છે. આજે એક સાથે ૨૩ કેદીઓ કોરોના સંક્રમિત હોવાનો રિપોર્ટ આવતાં જેલ ખાતે જ અલગ આઇસોલેશન વોર્ડ ઉભો કરી સારવાર શરૂ કરવામાં આવી છે. 

સૌરાષ્ટ્રભરમાં હવે કોરોનાએ ગતિ પકડી છે. રોજ કેસમાં વધારો સામે આવી રહ્યો છે. ગઈકાલે જ માત્ર રાજકોટના 95 કેસ પોઝિટિવ નોંધાયા હતા અને 5 વ્યક્તિના મોત થયા હતા. છેલ્લા એક સપ્તાહમાં 100 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે.