23 વારની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સેરેના વિલિયમ્સ ફેબ્રુઆરીથી ટેનિસથી દૂર છે. અમેરિકન ટેનિસ ખેલાડીએ દીકરી ઓલંપિયા સાથે રમતી વખતે એક ફોટો શેર કર્યો હતો. ઓલંપિયા સપ્ટેમ્બરમાં ત્રણ વર્ષની થશે. સેરેનાએ યુએસ ઓપનમાં રમવાની ઘોષણા કરી છે.

સેરેના આવતા વર્ષે સપ્ટેમ્બરમાં 40 વર્ષની થઈ જશે. તે આ વર્ષે પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ત્રીજા રાઉન્ડમાં બહાર થઈ હતી. તેણે અત્યાર સુધી ઓલિમ્પિકમાં એક સિંગલ્સ અને ડબલ્સમાં 3 ગોલ્ડ જીત્યા છે.

1998માં યુએસ ઓપન રમનાર સેરેના 1999માં ચેમ્પિયન બની હતી. ત્યારબાદ તેણે 2002, 2008, 2012, 2013 અને 2014માં ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ગયા વર્ષે વિમ્બલ્ડન ઓપનની ફાઇનલમાં તે સિમોના હાલેપ સામે હારી ગઈ હતી.