દિલ્હી-

એસિડ એટેક કેસમાં એક 27 વર્ષીય મહિલાની અગરતલામાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ ત્રિપુરાના ખોવાઈ જિલ્લાની મહિલા પર તેના પૂર્વ બોયફ્રેન્ડ પર એસિડથી હુમલો કરવાનો આરોપ છે. આ મહિલા, જે બેલચેડા ગામની છે, તેણે 19 ઓક્ટોબરે તેના પૂર્વ બોયફ્રેન્ડ પર એસિડ વડે હુમલો કર્યો હતો. પોલીસનું કહેવું છે કે પૂર્વ પ્રેમીએ તેની સાથે વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો. જેના કારણે મહિલા ખૂબ ગુસ્સે થઈ હતી અને આ કારણે તેના પ્રેમી પર એસિડ ફેંકી હતી.

હાલમાં તે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને સારવાર માટે જી.બી.પંત હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ મામલે યુવકના પરિવારજનોએ મહિલા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે મહિલાની ધરપકડ કરી બુધવારે તેને કોર્ટમાં રજૂ કરી હતી. હાલમાં, મહિલાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે.