અમદાવાદ-

ગુજરાતના ઉદ્યોગપતિઓનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના મેનેજમેન્ટના હોદ્દાઓ માટેની ચૂંટણીનું 5 સપ્ટેમ્બરેના રોજ આયોજન કરાવામાં આવ્યુ હતુ. મુખ્યત્વે આત્મનિર્ભર પેનલ અને પ્રગતિ પેનલ વચ્ચે સત્તા માટેની જંગ ખેલાઇ રહ્યી છે. આ ચૂંટણીઓ જુલાઈ મહિનામાં યોજાવાની હતી, પરંતુ કોરોના વાઇરસની મહામારીના કારણે 5 સપ્ટેમ્બરના રોજ આયોજન કરવામાં આવી છે. ચૂંટણીઓમાં સમગ્ર ગુજરાતમાંથી મતદારો મત આપવા અહીં આવ્યા હતા, ત્યારે લગભગ 3000 જેટલા મતદારો આ ચૂંટણીમાં મતદાન કરે તેવી શક્યતાઓ હતી.

ગુજરાતના ઉદ્યોગપતિઓનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના મેનેજમેન્ટ હોદ્દાઓ માટેની ચૂંટણી જુલાઈ મહિનામાં યોજાવાની હતી. પરંતુ કોરોના મહામારીના કારણે 5 સપ્ટેમ્બના રોજ તેની તૈયારી કરાવામાં આવી હતી.અમદાવાદના આશ્રમરોડ ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના મુખ્ય બિલ્ડીંગ ખાતે આ ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ 28 ઉમેદવારોએ ભાગ લીધો હતો અને તેમાંથી 2 સભ્યોએ ઉમેદવારી પાછી ખેંચી હતી.