રાજકોટ-

સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે મોતની સંખ્યામાં પણ વધી રહી છે. આજે રાજકોટમાં ૨૯ કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં ૧૦ દર્દીના કોરોનાથી મોત નિપજ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ૩, જુનાગઢના ૧, વાંકાનેરના ૧ અને કચ્છના ૧ દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે ગોંડલની ૩૦ વર્ષીય અંકિતાબેન પાર્થભાઈ લીલાનું અને જામજાેધપુરનાં ૭૧ વર્ષય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. બીજી તરફ દીવમાં કોરોનાના ૭ કેસ પોઝિટિવ નોંધાયા છે. જુનાગઢ મેડિકલ કોલેજના ડીનને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

ડીનના પરિવારના તમામ ૭ સભ્યોને પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. અમરેલી જિલ્લામાં આજે વધુ ૨૩ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૮૬ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં ૧૬નાં મોત થાય છે અને ૧૭૨ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે ધારીમાં અજંતા સોસાયટીમાં ૨ કેસ પોઝિટિવ નોંધાયા છે. દીવમાં આજે વધુ ૭ કેસ પોઝિટિવ નોંધાયા છે. દીવના ઘોઘલામાં ૨ અને વણાંકબારામાં ૫ કેસ પોઝિટિવ નોંધાયા છે. દીવમાં હાલ ૨૫ કેસ એક્ટિવ છે. ગોંડલનાં વોરાકોટડા રોડ પર આવેલ સબજેલમાં આજે વધુ એક કેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.સબ જેલની અંદર આવેલ બેરેક નંબર ૪માં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ સંક્રમણ વધતા આજે પાંચમો પોઝિટિવ કેસ નોંધાયો છે.