રાજકોટ-

રાજકોટ શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે ૨૯ કેસ નોંધાયા છે. આથી કુલ કેસની સંખ્યા ૬૦૪ થઇ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે વધુ ત્રણ દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે. જેમાં રાજકોટના વર્ધમાનનગરના ૬૫ વર્ષના વૃદ્ધ, ગાયત્રીનગરના ૫૦ વર્ષના મહિલા અને સુરેન્દ્રનગરના ૬૫ વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે. આજે સવાર સવારમાં જ અમરેલી જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો છે. એકસાથે ૧૪ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૨૨૯ પર પહોંચી છે.

હાલ અમરેલી જિલ્લામાં ૨૨૯ કેસમાં ૧૬ના મોત, ૯૫ દર્દીઓ સારવાર હેઠળ અને ૧૧૮ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જામનગરમાં પણ આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે ૧૩નો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ડેથ ઓડિટ કમિટી મોતના કારણ અંગે તપાસ કરશે. સૌરાષ્ટ્રમાં કોરોના કેસની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. ત્યારે આજે સવાર સવારમાં જ અમરેલી જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો છે. એકસાથે ૧૪ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૨૨૯ પર પહોંચી છે.

હાલ અમરેલી જિલ્લામાં ૨૨૯ કેસમાં ૧૬ના મોત, ૯૫ દર્દીઓ સારવાર હેઠળ અને ૧૧૮ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જ્યારે રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા ૫૭૫ પર પહોંચી છે. જામનગરમાં પણ આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે ૧૩નો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. અમરેલી જિલ્લામાં આજે સવારે ૮ વાગ્યા પહેલા ૧૪ કેસ નોંધાયા છે.