જુનાગઢ-

જુનાગઢના તાલાલામાં ભૂકંપના બે આંચકા અનુભવાયા છે. તાલાલામાં સૌ પ્રથમ રાત્રે 1.12 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 11 કિમી દૂર હતું. જ્યારે બીજો ભૂકંપનો આંચકો તાલાલામાં વહેલી સવારે 5.52 કલાકે 2.0ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 12 કિમી દૂર હતું. આપને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા જ દક્ષિણ ગુજરાતમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ ભરૂચથી 36 કીમી દૂર નોંધાયું હતું. સુરત અને ભરૂચની સાથે ખેડા, ડાકોર, ઠાસરા, હાલોલ, માંગરોળ, માંડવી, બારડોલી, ઉમરપાડા, ઓલપાડ સહિતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.