આસામ-

આસામમાં આજે વહેલી સવારે ભૂકંપ આવ્યો હતો, જેનાથી લોકો ઉંઘીમાંથી સફાળા જાગી ઘરોની બહાર દેડી આવ્યા હતા. આસામના સોનીતપુરમાં સવારે 5.26 કલાકે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. આ ધરતીકંપની તીવ્રતા 3.5 માપવામાં આવી છે. જો કે આ કંપનથી સદભાગ્યો કોઈ જાનહાનિ થઈ નથી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજસ્થાનની રાજધાની જયપુરથી 82 કિ.મી. ઉત્તર દિશામાં ગુરુવાર-શુક્રવારે રાત્રે 12.44 વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજીના રાષ્ટ્રીય કેન્દ્રએ જણાવ્યું હતું કે ભૂકંપ 3.1નો હતો અને તેનું કેન્દ્ર જયપુરથી 82 કિ.મી. ઉત્તર દિશામાં હતું. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી.