ભુજ-

કચ્છના ખાવડા પાસે 3.6ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો છે. જેનું કેન્દ્ર બિંદુ પાકિસ્તાન સરહદ નજીક ખાવડાથી 35 કિમી દૂર નોંધાયું છે. જ્યારે ભરૂચથી 7 કિમી દૂર કેન્દ્રબિંદુ ધરાવતો 3.3ની તીવ્રતાનો આંચકો પણ આવ્યો હતો.

રાજ્યમાં 17 કલાકમાં ભૂકંપના 6 આંચકા નોંધાયા છે જેમાં ગત રાતે 12:06 વાગ્યે 1.1 રિક્ટર સ્કેલનો ભૂકંપ ભચાઉમાં આવ્યો હતો તેનું કેન્દ્ર બિંદુ ભચૌથી ઉત્તર-ઉત્તરપૂર્વમાં 12 કિમી દૂર નોંધાયું છે. કચ્છના ફતેહગઢમાં રાતે 1:01 વાગ્યે 2.7 રિક્ટર સ્કેલનો આંચકા અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ 15 કિમી દૂર નોંધાયું છે. 

આજે સવારે 7:39 વાગ્યે 3.6 રિક્ટર સ્કેલના આંચકા આવ્યો હતો જેનું કેન્દ્રિબિંદુ કચ્છના ખાવડાથી 35 કિમી દૂર ઉત્તરઉત્તરપૂર્વમાં હતું. બપોરે 12:56 વાગ્યે ઉત્તર ગુજરાતમાં 1.3 રિક્ટર સ્કેલનો આંચકો આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ ધરોઈથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં 11 કિમી દૂર હતું. બપોરે 1:19 વાગ્યે 1.7 રિક્ટર સ્કેલનો આંચકો રાજકોટ નજીક નોંધાયો હતું તેનું કેન્દ્રબિંદુ 26 કિમી દૂર પૂર્વઉત્તરપૂર્વમાં હતું. સાંજે 5:19 વાગ્યે ભરૂચ નજીક ભૂકંપ આવ્યો હતો, તેનું કેન્દ્રબિંદુ 7 કિમી દૂર પૂર્વદક્ષિણપૂર્વમાં હતું. તેની તીવ્રતા 3.3 રિક્ટર સ્કેલ નોંધાઈ છે.