મુંબઇ-

મહારાષ્ટ્રના ઉત્તરમાં મુંબઇમાં 98 કિમીની દૂરી પર શનિવારે મોડી રાત્રે 12.05 કલાકે ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા 3.6 હતી. આ ઉપરાંત શુક્રવારે એટલે કે, ચાર સપ્ટેમ્બરે સવારે 10.30 કલાકે 2.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જ્યારે 11.43 પર પણ 4.0 તીવ્રતાનો ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ પાલઘર જિલ્લાના દહાનૂ અને તલાસરી ક્ષેત્ર જણાવવામાં આવી રહ્યું છે.

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇ સાથે સંકળાયેલા પાલઘરમાં આજે મોડી રાત્રે 12.05 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 3.6 હતી, તો શુક્રવારે પણ પાલઘર જિલ્લાના દહાનૂ અને તલાસરી વિસ્તારમાં ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા.