રાજકોટ, રાજકોટમાં સિઝનલ રોગચાળાએ હાહાકાર મચાવવાનું ચાલુ રાખ્યું છે. જેમાં એક સપ્તાહમાં મનપાના ચોપડે શરદી-ઉધરસના ૩૫૪ દર્દીઓ નોંધાયા છે. જયારે સામાન્ય તાવના કેસ ૧૧૩ અને ઝાડા–ઉલટીના ૫૮ દાખલ થયા છે. આ ઉપરાંત ડેંગ્યુના ૫, મેલેરીયાનો ૨ અને ચિકનગુનિયાના ૪ કેસ નોંધાયા છે. આ આંકડા તારીખ ૧૪ ફેબ્રુઆરીથી ૨૦ ફેબ્રુઆરી સુધીના છે. જે મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ એક અઠવાડિયામાં પોરાનાશક કામગીરી હેઠળ ૯,૨૪૨ ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે અને ૯૧૮ ઘરોમાં ફોગિંગ કામગીરી કરી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીન ફોગિંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ જીવરાજ પાર્ક, ભિમરાવનગર, વોરા સોસા., સમર્પણ સોસા. – રેલનગર, માયાણીનગર, ૫રીવાર પાર્ક, ૫ટેલ કોલોની, કૃષ્ણનગર, રામનાથ૫રા, ભવાનીનગર, રામનાથ૫રા મંદિર આસપાસનો નદીકાઠા વિસ્તાર, સોરઠીયાવાડી, જીલ્લાગાર્ડન સ્લમ કવા., ઘાંચીવાડ, હાથીખાના મેઇન રોડ, મહાદેવ પાર્ક - રેલનગર, રૂમી બંગ્લોઝ, શિવાજી પાર્ક, વાલ્કેશ્વર સોસા., આબેંડકરનગર, અવનીતા પાર્ક, ગાયત્રીઘામ (જામનગર રોડ, નાથદ્રારા પાર્ક, બાલાજી પાર્ક , લોકમાન્ય તિલક ટાઉનશી૫માં ફોગિંગ કામગીરી કરવામાં આવી છે.