અમદાવાદ, રાજ્યમાં કોરોના કેસ વધી રહયા છે ત્યારે આજે રાજ્યમાં કોરોના કેસનો આંકડો ૫૪૬૯ એ પહોંચી ગયો છે. આજે રાજ્યમાં કુલ ૫૪ લોકોના દુઃખદ મોત પણ નિપજ્યા છે. આજે શહેરમાં કોરોના કેસની વાત કરીએ તો કોરોના ના સૌથી વધુ કેસ અમદાવાદમા ૧૫૦૪ છે તો ૧૯ લોકોના મોત નિપજ્યા છે. સુરત શહેરમાં આજે ૧૦૮૭ કેસ છે તો ૧૬ લોકોના મોત નિપજ્યા છે રાજકોટમાં કેસ ૪૦૫ અને બરોડામાં ૨૭૭ કેસ છે તો બરોડામાં ૭, રાજકોટમાં ૫, બનાસકાંઠા અને સુરત ગ્રામ્યમા બે બે કેસ છે તો ગાંધીનગર કોર્પોરેશન અને જામનગરમાં એક એક નું મૃત્યુ થયું છે.

આજના દિવસના રસીકરણ ની વાત કરીએ તો આજે કુલ ૨ લાખ ૨૦ હજાર ૯૯૪ લોકોને રસી આપવમા આવી છે આજ મા એક્ટિવ કેસની વાત કરીએ તો આજે ૨૭૫૬૮ એક્ટિવ કેસ છે ૨૦૩ લોકો વેન્ટિલેટર પર છે અને ૨૩૩૬૫ લોકો સ્ટેબલ સ્થિતિમાં છે. ધીરે ધીરે રાહયમાં કોરોના વકરી રહ્યો છે રેમડેસીવીર ઇંજેક્શન ની માંગ વધી રહી છે ઝાયડ્‌સ ઘ્વારા આજ સવારથી જ ઇંજેક્શન વહેંચવા ની શરૂઆત કરવામાં આવી હતી જાેકે સાંજ સુધીમાં આ જથ્થો ખૂટી પળ્યો હતો હોવી આવતીકાલ સવારથી વિતરણ શરૂ કરવામા આવશે.

ઘણા સમયથી બંધ હાલતમાં રહેલી વી એસ હોસ્પિટલ પણ ફરી એક વખત શરૂ કરવામાં આવી છે જાેકે જદૃॅ હોસ્પિટલમા દર્દીઓનો ભરાવો થતા આજે વી.એસ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે ૧૦૦ બેડ ની વ્યબસ્થા અને આઈ સી.યુ વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે. કોર્પોરેશન ઘ્વારા જે પણ ખાનગી હોસ્પિટલમાં રેમડેસીવીર ઇંજેક્શનની જરૂર હોય તે દર્દીઓ માટે જદૃॅ , સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ હોસ્પિટમા થી મળી રહેશે.હાલ ની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર અને આરોગ્ય વિભાગ એક પછી એક બેઠકો કરી રહી છે.