અમદાવાદ, વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને અરબી સમુદ્રમાં સર્જાયેલા અપર સાયક્લોનિક સરક્યુલેશનને લીધે રાજ્યભરમાં ભરશિયાળે અષાઢી માહોલ સર્જાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૨૦ તાલુકામાં ૬ ઈંચથી લઈને સામાન્ય ઝાપટાં પડ્યા હતા.જેમાં સુરતના ઉંમરપાડામાં ૬ ઈંચ, વલસાડમાં ૪ ઈંચ,પારડીમાં ૪ ઈંચ, સલસાણા, નવસારી, વાપીમાં ત્રણ ઈંચ, અને દક્ષિણ ગુજરાતના બાકીના વિસ્તારોમાં એકથી બે ઈંચ જેટલો વરસાદપડ્યો હતો. દરમિયાન ગુરૂવારના રોજ સવારે ૬ વાગ્યાથી ૨ વાગ્યા દરમિયાન ૫૫ તાલુકામાં ઝાપટાંથી લઈને એક ઈંચ વરસાદપડ્યો હતો.અરબી સમુદ્રના સરકયુલેશનની અસર તળે ગત રાત્રે સૌરાષ્ટ્ર-ગુજરાતના ૧૨૯ તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ચોમાસા જેવો વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને સુરતના ઉંમરપાડામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ધોધમાર ૬ ઇંચ વરસાદપડતા વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો. આ ઉપરાંત વલસાડ શહેર તથા જિલ્લાનાપારડી અને નવસારીના ખેરગામમાં ચાર-ચાર ઇંચ, વલસાડના કપરાડા અને ઉંમરગામમાં ૩.૫ ઇંચ, સુરતના મહુવામાંપણ ૩.૫ ઇંચ ઉપરાંત સુરતનાપલસાણામાં ૩, વાપી, નવસારી, ચિખલીમાં ૩ ઇંચ વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં વરસી ગયો હતો.ડાગના વઘઈ, નવસારીના જલાલપોર, ડાંગ (આહવા) તથા વલસાડના ધરમપુરમાં ૨.૫ ઇંચ વરસાદ વરસ્યો હતો. દરમિયાન સુરતના કામરેજ, નવસારીના વાંસદા, ગણદેવી, તાપીના વ્યારા, સુરત શહેર તથા જિલ્લાના બારડોલીમાં બે-બે ઇંચ વરસાદ ખાબકયો હતો. ડાંગના સબુરી, તાપીના વાલોદ, ડોલવાણ અને સોનગઢમાંપણ બે ઇંચ વરસાદપડ્યો હતો. ઉપરાંત નર્મદા જિલ્લામાંપણ દોઢ ઇંચ, સુરતના ઓલપાડ અને માંગરોળમાં દોઢ ઇંચ તેમજ ભરૂચમાં દોઢ, ભરૂચના વાલીયામાં દોઢ ઇંચ, નર્મદાના સાગબારામાં દોઢ ઇંચ, છોટા ઉદેપુરના કવાંટમાં સવા, તાપીના નજીરમાં સવા ઇંચ, ગીર સોમનાથના ઉનામાં સવા ઇંચ, અમરેલીના ખાંભામાં ૧ ઇંચ, સુરતના ચોર્યાસીમાં ૧ ઇંચ તથા ભરૂચના હાંસોટ, વાગ્રા, દાહોદ, નર્મદાના ગરૂડેશ્વર, છોટા ઉદેપુરના નસવાડી, વડોદરાના કરજણ અને સિનોરમાં ૦.૫ ઇંચ તથા ભાવનગરના શિહોર, વલ્લભપુર,પાલીતાણા, અમરેલીના રાજુલા તથા જૂનાગઢના વિસાવદરમાંપણ ૦.૫-૦.૫ ઇંચ વરસાદ છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસ્યો હતો.

૪ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ગાંધીનગર, અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. જ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું જાેવા મળ્યું છે. ત્યારે માવઠાના કારણે કેવી છે રાજ્યની સ્થિતિ આવો જાણીએ. ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો જાેવા મળ્યો છે.રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું જેવો માહોલ જાેવા મળ્યો.સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે હિલ સ્ટેશન જેવું વાતાવરણ રહ્યું હતું. જેને કારણે ઠંડા પવનો પણ ફૂંકાઈયા.ગાંધીનગર અને સુરત જેવાં શહેરોમાં અલમોડા અને સીમલા જેવું વાતાવરણ જાેવા મળ્યું છે.સમગ્ર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ભેજવાળું વાતાવરણ સર્જાયું છે. રાજ્યના મોટા ભાગનાં શહેરોમાં લઘુતમ તાપમાનમાં ૪ ડીગ્રી સુધીનો ઘટાડો જાેવા મળ્યો છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રનાં કેટલાંક શહેરોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એમાં સાબરકાંઠા સહિત અરવલ્લી, દાહોદ, મહીસાગરનો સમાવેશ થાય છે. વડોદરા, આણંદ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ સૌરાષ્ટ્રનાં કેટલાંક શહેરો, જેવાં કે જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તો આજે રાજ્યના ૪ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હવામાન વિભાગે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપી છે. કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. માર્કેટ યાર્ડમા જણસી પલડી જવાના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વરસાદના કારણે જાણે ખેડૂતોના મોં માંથી કોળિયો છીનવાઈ ગયો હોય તેવુ લાગી રહ્યું છે.. ત્યારે હવે ખેડૂતો સરકાર સામે આશ રાખીને બેઠા છે.