દાહોદ, તા.૪ 

દાહોદ જિલ્લામાં વાહનચાલકોની ગફલત અને પુરઝડપના કારણે ત્રણ અલગ અલગ જગ્યાએ બનેલા માર્ગ અકસ્માતમાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યાનું જાણવા મળેલ છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ગત તા ૦૩.૦૮.૨૦૨૦ ના રોજ દેવગઢ બારિયા તાલુકાના તોયણી ગામના સુથાર ફળિયા ખાતે બનવા પામ્યો હતો. જેમાં સીંગવડ તાલુકાના મછેલાઇ પસાયતા ફળિયાના રહેવાસી અમૃતભાઈ ગોબરભાઈ ડામોર તેમજ અને એક વ્યક્તિ પોતાના કબજા હેઠળની જીજે. ૦૧.એસ.ઈ.૦૭૫૦ નંબરની મોટરસાયકલ લઈ પસાર થઈ રહ્યા હતા તે સમયે સામેથી એક વગર નંબરની એક્ટિવા ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી મોટરસાઈકલને અડફેટે લેતા મોટરસાઇકલ સવાર સવાર જમીન પર પટકાતા શરીરે જીવલેણ ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

આ બનાવ સંદર્ભે સીંગવડ તાલુકાના મછેલાઈ પસાયતા ફળિયાના રહેવાસી અમૃતભાઈ ગોબરભાઈ ડામોરે દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દેવગઢબારિયા પોલીસે ઉપરોક્ત એક્ટિવા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

 માર્ગ અકસ્માતનો બીજો બનાવ ગત તા. ૦૩.૦૮.૨૦૨૦ ના રોજ દેવગઢ બારિયા તાલુકાનાદેવગઢ બારિયા તાલુકાના બૈણા ગામે બનવા પામ્યો હતો. જેમાં દે. બારીયા તાલુકાના આકલી ખેડા ફળિયાના રહેવાસી જુવાનસીંગ ખેમાભાઈ બારીયા પોતાની કબ્જા હેઠળની જીજે. ૦૬.એચ.૨૮૧૯ નંબરની ટાટા સફારી ગાડીમાં તેમના જ ગામના દિવ્યકાંત દિલીપભાઈ ભુરીયા, તેમજ મહંત કનુભાઈ રાઠવાને બેસાડી સાંજના ૬ વાગ્યાંના સુમારે બૈણા ગામ નજીક પુરઝડપે હંકારી લાવી ઝાડ સાથે અથડાવી દેતા ગાડીમાં અંદર બેસેલા દિલીપભાઈ બારીયા, મહંતભાઈ બારીયાના માથામાં તેમજ શરીરે ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.

આ બનાવ સંદર્ભે દેવગઢ બારિયા તાલુકાના આંકલી ગામના ખેડા ફળિયાના રહેવાસી કનકસીંગ શંકરભાઈ બારિયાએ દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સફારી ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો ત્રીજો બનાવ ગત તા. ૦૭.૦૬.૨૦૨૦ ના રોજ ઝાલોદ તાલુકાના લીમડી નજીક કાળીગામ ખાતે બનવા પામ્યો હતો.જેમાં ઝાલોદ તાલુકાના કાપરી ફળીયાના રહેવાસી મુકેશભાઈ રમશુભાઈ હઠીલા પોતાના કબ્જા હેઠળની જીજે. ૨૦.એ.કે.૩૩૩૯ નંબરની મોટરસાઇકલ લઇ લીમડી નજીક કાળીગામ ખાતેથી પસાર થઈ રહ્યા હતા.તે સમયે મોટરસાઈકલ આગળ કુતરાઓ આવી જતા મુકેશભાઈ મોટરસાઇકલ લઇ પડી જતા તેઓના કમરના ભાગે તેમાં શરીરના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજયું હતું.