વાંસદા, તા.૮ 

વાંસદા તાલુકાના વાંગણ ગામ ખાતે ૬૬કે.વી ના સબસ્ટેશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું. આ સબ સ્ટેશન ચાલુ થતા આજુબાજુના ખાંભલા, આંબાપાણી, બરડીપાડા, માનકુનિયા, રાયબોર, ચોરવણી તેમજ જુજ જેવા ગામોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. વાંસદા તાલુકાના વાંગણ ગામના આજુબાજુના વિસ્તાર ખૂબ જ અંતરિયાળ વિસ્તાર ગણાય છે. જે મોટાભાગે ગાઢ જંગલથી ઘેરાયેલો છે. આ ગામોમાં પહેલા વઘઈ અને પછી સીતાપુર થી વીજ પુરવઠો મળતો હતો. જે જંગલ વિસ્તારમાંથી પસાર થતો હોય તેથી ઝાડ વગેરે પડવાથી વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હતો.

ઓછા સ્ટાફ અને લાંબા અંતરને કારણે વિદ્યુત બોર્ડ પણ સારી સેવા આપી શકે એવી પરિસ્થિતિ ન હતી. જેમાંથી છુટકારો મેળવતા લોકોમાં આનંદ ફેલાયો છે.