વડોદરા : શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિને પગલે વડસર અને કોટેશ્વર ગામ સંપર્ક વિહોણા બન્યા હતા. વડસર પાસેની કાંસા રેસિડેન્સીમાંથી ૩૮ જેટલા લોકોને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરાયા હતા. જાેકે કાંસા રેસિડન્સીમાં પાણી ભરાતા અનેક લોકો ફસાઇ ગયા હતા.

વિશ્વામિત્રી નદી ૨૪ ફૂટની સપાટી વટાવીને પૂરની સ્થિતિ સર્જાતા નદી કાંઠાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વડસર ગામ અને કોટેશ્વર ગામમા પાણી ભરાતા અવરજવર માટેનો માર્ગ બંધ થઇ ગયો હતો. વડસર ગામ પાસે આવેલી ભેસાસૂર ડેરી વિસ્તાર પાસે ૫૦ જેટલા મકાનો પૈકી ૨૫થી૩૦ જેટલા મકાનમાં પાણી ઘૂસી ગયા હતા. જ્યારે કાંસા રેસિડેન્સી સંપર્ક વિહોણી બનતા તેમા અનેક લોકો ફસાઇ ગયા હતા. જાેકે ફાયર બ્રિગેડની ટીમે બોટની મદદથી મહિલા સહિત ૩૮ જેટલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચાલુ વરસાદની મોસમમાં બીજી વખત વડસર અને કોટેશ્વર ગામમાં પાણી ભરાયા હતા.