ટીમ ઈન્ડિયા આ વર્ષે કોરોના વચ્ચે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ઇન્ટરનેશનલ શ્રેણી રમવાની છે. આ ટૂર પર બંને દેશો વચ્ચે 3 T-20, 4 ટેસ્ટ અને 3 વનડે મેચની સીરિઝ રમાવવાની છે. પરંતુ ઓસ્ટ્રેલિયામાં 14 દિવસનો કવોરન્ટીન પીરિયડ અને IPLના કારણે આ ટૂરના શેડયૂલમાં ફેરફાર થઈ શકે છે. આની અસર બંને દેશો વચ્ચે 11 ઓક્ટોબરથી શરૂ થનારી T-20 શ્રેણી પર થઈ શકે છે. બંને દેશો વચ્ચે વનડે સિરીઝ પછી આવતા વર્ષે આ T-20 સીરિઝ થઈ શકે છે.

IPLના કારણે ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું શેડયૂલ પણ બદલાઈ શકે છે. BCCIએ સપ્ટેમ્બર-નવેમ્બર વિંડોમાં UAEમાં IPL માટેની તૈયારી શરૂ કરી દીધી છે. લીગ નવેમ્બરના બીજા અઠવાડિયામાં સમાપ્ત થશે. બંને દેશોના મોટા ખેલાડીઓએ આમાં ભાગ લેવાનો છે. આવી સ્થિતિમાં ઓક્ટોબરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T-20 શ્રેણી થવી મુશ્કેલ છે.

ઓક્ટોબરમાં T-20 શ્રેણી વર્તમાન પરિસ્થિતિમાં મુશ્કેલ: CAક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)ના ચીફ એક્ઝિક્યુટિવ નિક હોકલીએ સ્પષ્ટ કર્યું કે ઓસ્ટ્રેલિયા આવી રહેલી દરેક ટીમને સરકારની સૂચનાના પગલે 14 દિવસ કવોરન્ટીનમાં રહેવું પડશે. ટીમ ઈન્ડિયાને પણ. આવી સ્થિતિમાં ઓકટોબરમાં બંને દેશો વચ્ચે T-20 શ્રેણી થવી મુશ્કેલ છે.આ અંગે એક બોર્ડ ઓફિશિયલે ન્યૂઝ એજન્સીને કહ્યું કે, આ અંગે CA સાથે વાત થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા સરકારે નિયમ બનાવ્યો છે કે ટૂર કરનાર ટીમે 14 દિવસ કવોરન્ટીનમાં રહેવું પડશે. તેવી સ્થિતિમાં T-20 સીરિઝ સમયસર થવી અઘરી છે.ટીમ ઈન્ડિયા જાન્યુઆરીમાં 3 વનડેની સીરિઝ રમશે. હાલના શેડયૂલ મુજબ ટીમ ઈન્ડિયા ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામે 3 T-20 શ્રેણી રમવાનું છે. પ્રથમ મેચ 11, બીજી 14 અને ત્રીજી મેચ 17 ઓક્ટોબરે યોજાવાની હતી. જોકે, હવે આ મેચ આવતા વર્ષે જાન્યુઆરીમાં વનડે સિરીઝની સમાપ્તિ બાદ યોજાઈ શકે છે.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જાન્યુઆરીમાં 3 મેચની વનડે સિરીઝ રમાવાની છે. પ્રથમ મેચ 12, બીજી 15 અને ત્રીજી મેચ 17 જાન્યુઆરીએ રમવાની છે.જો આ પછી જો બે દિવસનો વિરામ રાખવામાં આવે તો, 20 જાન્યુઆરીથી T-20 સિરીઝ રમી શકાશે અને બે મેચ વચ્ચે એક દિવસનો ગેપ હોય તો 24 જાન્યુઆરીએ બંને દેશો વચ્ચે છેલ્લી T-20 યોજાશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા 26 જાન્યુઆરીએ ભારત પરત આવી શકે છે.