વડોદરા : કોરોનાના વધી રહેલા કહેર વચ્ચે વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં સામાન્ય જનજીવનને વ્યાપક અસર પડી છે. કોરોનાના કારણે વિતેલા ર૪ કલાકમાં પૂર્વ મ્યુનિ. કાઉન્સિલર, વકીલ સહિત ૨૫૫ લોકોનાં મોત થયાં છે, જ્યારે તંત્ર દ્વારા સત્તાવાર આંકડો વધુ ૯ વ્યક્તિના મોત સાથે અત્યાર સુધી ૩૮૪ લોકોના મોત નીપજ્યાં હોવાનું જણાવ્યું છે. આજે વધુ ૮૭૨ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તો આજે પણ વેન્ટિલેટર અને ઓક્સિજન સપોર્ટ પરના દર્દીઓની સંખ્યા વધી છે.

વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાની સેકન્ડ વેવે હાહાકાર મચાવ્યો છે. પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થવાની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ત્યારે દર્દીઓ અને તેમના સ્વજનોને હોસ્પિટલોમાં બેડ મેળવવા, રેમડેસિવિર ઈન્જેકશન મેળવવાની સાથે સારવાર દરમિયાન દર્દીનું મૃત્યુ થાય તો અંતિમક્રિયા માટે રાહ જાેવી પડી રહી છે. કોરોનાના કહેર વચ્ચે વિતેલા ર૪ કલાકમાં શહેરમાં કોરોનાની સારવાર લઈ રહેલા પૂર્વ મ્યુનિ. કાઉન્સિલર મહેશ ભટ્ટ, વકીલ સહિત ર૫પ લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે ર૪ કલાકમાં કોરોના ટેસ્ટિંગ માટે લેવામાં આવેલા ૧૦૧૪૨ સેમ્પલો પૈકી આજે પણ સર્વાધિક ૮૭૨ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. શુક્રવારે ૮પ૪ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તંત્ર દ્વારા વધુ ૯ વ્યક્તિના કોરોનાને કારણે મૃત્યુ સાથે અત્યાર સુધી સત્તાવાર ૩૮૪ લોકોના મૃત્યુ થયાનું જણાવ્યું છે. વડોદરામાં કોરોનાના કુલ ૮૧૪૪ એક્ટિવ કેસો પૈકી પ૪ર દર્દીઓ ઓક્સિજન અને ૩૫૨ વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે, જ્યારે ૭૨૫૦ દર્દીઓ સ્ટેબલ છે.

આજે વધુ ૬૨૫ દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા ૪૪,૯૩૭ પોઝિટિવ કેસો નોંધાયા છે જેમાં શહેરના પૂર્વ ઝોનમાં ૬૫૬૮, પશ્ચિમ ઝોનમાં ૮૮૨૮, ઉત્તર ઝોનમાં ૮૧૬૧, દક્ષિણ ઝોનમાં ૭૭૫૭ અને વડોદરા ગ્રામ્યમાં ૧૪,૬૮૭ કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાના નવા કેસો વડોદરા શહેરમાં દંતેશ્વર, રાવપુરા, પ્રતાપનગર, અલકાપુરી, માંજલપુર, ગોરવા, અટલાદરા, આજવા રોડ, નિઝામપુરા, યમુના મિલ, તરસાલી, શિયાબાગ, રાજમહેલ રોડ, વડસર, અકોટા, સમા, છાણી, કિશનવાડી, જેતલપુર, ઓ.પી. રોડ, કારેલીબાગ, વાડી, માણેજા, નાગરવાડા, સુભાનપુરા, નવાપુરા, હરણી અને ગ્રામ્ય વિસ્તારમાં ડભોઈ, પાદરા, કરજણ, સાવલી, બિલ, ભાયલી, આમોદર, નંદેસર, ગોરજ, વડદલા, થાપડ, પોર, સાધી, વાઘોડિયા, સયાજીપુરા, મારેઠા, લીમડા, કોયલી, દોડકા, રણોલી, છત્રાલ, સેવાસી, અનગઢ, કરોડિયા, ફાજલપુર, આસોજ, વેમાલી, દુમાડ, રતનપુર, કણધા, ખટંબા, શેરખી, ઈટોલા, દશરથનો સમાવેશ થાય છે.

સેનાનો સહયોગ ઈએમઈ સ્કૂલ કોવિડ સામેની લડાઈમાં મદદ કરશે

વડોદરા. ભારતીય સેનાની વડોદરા સ્થિત ઈએમઈ સ્કૂલ સેનાના અદ્યતન આયુધો, વાહનો અને સરંજામને ચુસ્ત દુરસ્ત રાખવાની સાથે તેના પ્રશિક્ષણનું કામ કરે છે. આ સંસ્થાએ કોવિડની સામે લડાઈમાં તંત્રને મદદરૂપ થવાની તત્પરતા બતાવી છે. આ અંગે સંસ્થાના કમાન્ડન્ટ ગઈકાલે જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલની મુલાકાત લીધી હતી. તેમણે તેમની સંસ્થાના નિષ્ણાતોની ટીમની ઓક્સિજનના સંસાધનો, ભારે ઈજનેરી, કામો, તબીબી ઉપકરણોની મરામત અને જાળવણીના કામોમાં મદદનો સધિયારો આપ્યો હતો.

કાળાબજારિયાઓને ૫ોલીસ ઝબ્બે કરશે

કોરોનાકાળને કમાણીનો મોકો સમજનારા મેડીકલ માફીયાઓની હવે ખરે નથી નકલી દવાઓ, રેમડેસીવીર ઈન્જેકશન ઓકસીજન સીલીન્ડરની સંગ્રહાખોરી કરી બ્લેક માર્કેટીંગ કરનારાઓ અંગે શહેર પોલીસ કમિશ્નર ડો. શમશેર સિંઘે નાગરીકોને અપીલ કરી છે. કાળાબજારી કે એમ્બ્યુલન્સ જેવી સુેવાઓના વધારે ચાર્જ વસુલતા તત્વો અંગેની જાણ પોલીસ કંટ્રોલરુમના ૧૦૦ નંબર અથવા સીટી હેલ્પ લાઈન નંબર ૭૪૩૪૮૮૮૧૦૦ ઉપર જાણકારી આપવા વિનંતી કરી છે. પોલીસ આવા તત્વો સામે કાયદાકીય પગલા લેશે.

સયાજી હોસ્પિટલમાં પ૦૦ વ્યક્તિઓ બેસી શકે તેવો નવો ડોમ બનાવાયો

સયાજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ દર્દીઓના સગાંસંબંધીઓના વિસામા માટે કોવિડ સેન્ટરની બહાર ઊભો કરવામાં આવેલ તંબુ અડચણરૂપ બનતાં હોસ્પિટલના સત્તાધીશોએ કોવિડ બિલ્ડિંગની પાછળ પ૦૦ વ્યક્તિઓ બેસી શકે તેવા નવો ડોમ બનાવવામાં આવ્યો છે જે ઉપરોક્ત તસવીરમાં દૃશ્યમાન થાય છે.

હોસ્પિટલોની રર હજાર રેમડેસિવિર ઈન્જેકશનની માગ સામે માત્ર ૧૧૦૦ જ અપાયાં

વડોદરા. શહેરમાં ઓક્સિજન બેડ, વેન્ટિલેટર અને ઓક્સિજનની અછતની સાથે સાથે રેમડેસિવિરના જથ્થાની પણ તૂટ પડી રહી છે. તંત્ર દ્વારા વિતરણ કરાઈ રહેલો જથ્થો હોસ્પિટલની માગ સામે ૧૦ ટકા જેટલો પણ નહીં આપી તંત્ર દર્દીઓ અને હોસ્પિટલો સાથે અન્યાય કરી મજાકને પાત્ર બનાવી રહ્યું છે. શહેરની વિવિધ હોસ્પિટલોએ આજે રર હજાર ઉપરાંત રેમડેસિવિર ઈન્જેકશનની માગ સામે માત્ર ૧૧૦૦ જ ઈન્જેકશનો તંત્ર દ્વારા આપવામાં આવ્યા હતા.