શ્રીનગર:

જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં અથડામણ દરમિયાન ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે તો બીજી તરફ એક સુરક્ષાકર્મી પણ ઈજાગ્રસ્ત થયાં છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બાબા મહોલ્લામાં આતંકવાદીઓની હાજરી અંગેની માહિતી મળ્યા બાદ એક સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે, 28 માર્ચના રોજ પોલીસ અને આતંકીઓ વચ્ચે અથડામણ થયું હતું. ત્યારે આ ગોળીબારમાં સેનાના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. મૃત્યું પામેલા આતંકવાદી પાસેથી અમેરિકન હથિયારો એમ-4 કાર્બાઇન રાઇફલ્સ અને સ્ટીલની ગોળીઓ મળી આવી છે.