નવી દિલ્હી, તા. ૮

જૂન ૭ સુધીમાં સુરક્ષા દળોએ ૯૭ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. સાઉથ એશિયા ટેરેરિઝમ પોર્ટલ પરથી મળેલા આંકડા મુજબ, આ વર્ષે ૫ જૂન સુધી ૯૨ આંતકવાદીઓ માર્યા ગયા છે. અને રવિવારે ૭ જૂને ૫ આંતકવાદી માર્યા ગયા બાદ આ સંખ્યા વધીને ૯૭ થઈ ગઈ છે. આ દરમિયાન સુરક્ષા દળના ૨૯ જવાન પણ શહીદ થયા છે. આ વર્ષે ૫ જૂન સુધીમાં કુલ ૫૫ આંતકવાદી ઘટનાઓ બની છે. જેમાં ૧૦ નાગરિકોના મોત થયા છે. સાઉથ એશિયા ટેરેરિઝમ પોર્ટલ પરથી મળેલા આંકડા મુજબ, ૨૦૧૯માં કુલ ૧૬૩ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જ્યારે સુરક્ષા દળના ૭૮ જવાનો શહીદ થયા હતા. ૨૦૧૮માં કુલ ૨૭૧ આંતકવાદી માર્યા ગયા હતા. જ્યારે સુરક્ષા દળના ૯૫ જવાનો શહીદ થયા હતા. ૨૦૧૭માં કુલ ૨૨૦ આંતકવાદી માર્યા ગયા હતા જ્યારે સુરક્ષા દળના ૮૩ જવાન શહીદ થયા હતા. માર્યા ગયેલા ત્રાસવાદીઓમાં ઘણા નામ એવા હતા જેનો લોકોમાં ઘણો ખોફ હતો. બુરહાન વાનીના મોત બાદ અલગ થયેલા જાકિર મૂસાને પણ સુરક્ષાદળોએ આ વર્ષે જ માર્યાે છે. જેણે પોતાનો આંતકવાદી જૂથ બનાવી લીધું હતું.