પોરબંદર-

પોરબંદરના રાણાવાવ નજીક સિમેન્ટ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ચિમનીની અંદર માંચડો તૂટી પડતાં અંદર કામ કરી રહેલા 6 શ્રમિકો 45 ફૂટ ઉંચેથી પટકાયા હતા.ગઈકાલે બપોરે આ ઘટના સર્જાઈ હતી. જેની જાણ થતાં જ NDRF સહિતની ટીમોએ સ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. આ ઘટનામાં 3 શ્રમિકોના મોત થયા છે. ત્યારે 3 શ્રમિકોને કાટમાળમાંથી સલામત બહાર કઢાયા છે. આ મામલે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ મામલે પોરબંદર કલેકટર સાથે ટેલિફોનિક વાતચીત કરી સત્વરે રાહત અન બચાવ કામગીરી માટે સૂચના આપી હતી. આ દુર્ઘટનામાં બચાવ રાહત અને સત્વરે યોગ્ય સારવાર મળે તે માટે તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા મદદ માટેની સૂચના આપી છે. મુખ્યમંત્રીએ એન.ડી.આર.એફ.ની 2 ટીમ પણ આ કામગીરીમાં મદદરૂપ થવા મોકલી આપવાની સંબંધિતોને સૂચના આપી છે.