ડભોઇ : ડભોઇમા હાલમાં કોરોના મહામારી પગલે ગોવિંદ ગુરુ યુનિવર્ષીટી દ્વારા સેમ.૬ ના વિધ્યાર્થીઓ ની પરીક્ષા અનલોક ૩ બાદ લેવાનું શરૂ કર્યું છે. ત્યારે ડભોઇ ની શ્રી સી.એન.પી.એફ. આર્ટ્‌સ એન્ડ ડી.એન.સાયન્સ કોલેજ ખાતે આજ થી સાયન્સ સેમેસ્ટર-૬ ની પરીક્ષાઓ નો પ્રારંભ થયો હતો. કુલ ૩૫૦ ઉપરાંત વિધ્યાર્થીઓ શાંતી પૂર્ણ માહોલ માં પરીક્ષા આપી હતી. સાથે સાથે કોલેજ પરીવાર દ્વારા કોરોના મહામારી ને પગલે તકેદારી ના ભાગ રૂપ સરકાર ની ગાઈડ લાઇન અનુશાર સોસિયલ ડિસ્ટન્સ સહિત સેનેટાઇઝેશન કરવામાં આવ્યું હતું. ડભોઇ ખાતે હાલ કોરોના મહામારી યથાવત છે. ત્યારે ગોવિંદ ગુરુ યુનિવર્ષીટી સંલગ્ન તમામ કોલેજો માં આજ થી સાયન્સ પ્રવાહના સેમેસ્ટર ૬ ની પરીક્ષાઓ શરૂ થઈ હતી. ત્યારે ડભોઇ ની વડોદરા જીલ્લા કેળવણી મંડળ સંચાલીત શ્રી સી.એન.પી.એફ. આર્ટ્‌સ એન્ડ ડી.એન.સાયન્સ કોલેજ તેમજ સેલ્ફ ફાઇનન્સ સાયન્સ કોલેજ ના સેમેસ્ટર ૬ ના કુલ ૩૫૦ ઉપરાંત વિધ્યાર્થીઓ આજે અંગ્રેજી નું પેપર આપવા કોલેજ ખાતે આવ્યા હતા.