વડોદરા : કોરોનાની મહામારીની સાયકલ ફરી એકવાર શહેર-જિલ્લામાં શરૂ થઈ છે. તેવા સમયમાં કોરોના વિકરાળ પંજામાં સંખ્યાબંધ લોકો સપાટામાં આવી રહ્યા છે અને સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ થઈ રહ્યા છે. તો કેટલાક કોરોનાના ટેસ્ટ તેમજ રસીકરણ માટે ભાગદોડ કરી મુકી છે. ત્યારે વાઘોડિયા રોડ હાઈવે પર આવેલ એક નામાંકિત કંપનીમાં કોરોનાએ દસ્તક આપતાં કંપનીના ર૦ જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં અન્ય કર્મચારીઓમાં કોરોનાની દહેશત ફેલાઈ છે. કોરોનાએ કંપનીમાં પગપેસારો કરતાં સુરક્ષાના ભાગરૂપે કંપનીના સત્તાધીશોએ અન્ય કર્મચારીઓના કોરોનાના ટેસ્ટ માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

બીજી તરફ વડોદરા શહેર-જિલ્લામાં કોરોના કેસોમાં ફરી એકવાર ઉથલો મારતાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. જેના પરિણામરૂપે શહેરની સયાજી હોસ્પિટલમાં વિતેલા છેલ્લા ર૪ કલાકમાં ૨૩ જેટલા કોરોના સંક્રમિત દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતાં કોવિડ-૧૯ સારવાર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ સયાજી હોસ્પિટલના ડેડીકેટેડ કોવિડ સેન્ટરમાં ૧૧૮ દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે જેમાં ૧૧૫ દર્દીઓ પોઝિટિવ છે, જ્યારે ત્રણ દર્દીઓ શંકાસ્પદ હોવાનું હોસ્પિટલના સુપ્રિ.એ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખી કોવિડ સેન્ટરમાં તમામ પ્રકારની સારવારની સુવિધાથી સજ્જ કરી દેવામાં આવી છે.બીજી તરફ શહેરમાં વધી રહેલા કોરોના કેસોની દહેશતથી નગરવાસીઓ કોરોનાના ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં આવી રહ્યા છે. જેથી કોવિડ સેન્ટરમાં કોરોના ટેસ્ટ માટેની લાઈનો જાેવા મળી રહી છે. એક અંદાજ મુજબ રોજના ૨૦૦થી વધુ લોકો કોરોનાના ટેસ્ટ કરાવવા માટે આવી રહ્યા હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. જરૂર મુજબ તબીબી સ્ટાફ, નર્સ્િંાગ સ્ટાફ તેમજ ચોથા વર્ગના કર્મચારીઓની નિમણૂક કરી સેવાનો લાભ લેવામાં આવશે.