કચ્છ:

ગુજરાતમા સતત એક મહિનાથી કચ્છમા નોંધાઈ રહેલા ભૂંકપના આંચકાથી લોકોમા ફફડાટ વ્યાપી ગયો છે.

આજે વહેલી સવારે કચ્છમા રીક્ટર સ્કેલ પર ૩.૧ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અંજારના દૂધઈથી ૨૧ કિલોમીટર દુર નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, ૧૬ જુલાઈના રોજ પણ ગુજરાતમા સૌરાષ્ટ્રમા વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે છેલ્લા કેટલાક સમયથી કચ્છ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ભુકંપ માટે એપી સેન્ટર બન્યા છે. ત્યારે કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં ભુક્પના આંચકાઓ અનુભવાતા રહે છે. જેને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.