વડોદરા, તા. ૨૪

ગુજરાત રાજયનો સૌથી લાંબા બ્રિજનુ લોકાર્પણ આજે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે. ભુપેન્દ્રર પટેલ જે બ્રિજનુ લોકાર્પણ કરવાના છે તે બ્રિજ પર સર્કલના વળાંકમાં ઉતારવા અને ચઢવા માટે બન્ને બાજુ એન્ટ્રી અને એક્ઝિટનુ વ્યવસ્થા થશે. ગેંડા સર્કલથી શરુ થતા આ બ્રિજમાં વડીવાડી, રેસકોર્સ, અલકાપુરી, ચકલી સર્કલ,શિવમહલ, રોકસ્ટાર સર્કલ, દિવાળીપુરા તરફ ઉતાર ચઢાવ માટે ૫૦ મીટર પહેલા સ્ટોપ આપવામાં આવ્યો છે.

વડોદરામાં ગુજરાત રાજયનો સૌથી મોટો લાંબો બ્રિજનુ લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરશે. આ બ્રિજ તૈયાર થતા છેલ્લા પાંચ વર્ષ લાગ્યા છે અને આ બ્રિજ અંદાજીત ૨૩૦ કરોડના ખર્ચે ૩.૫ કિ.મી. લાંબો બ્રિજ છે. આ બ્રિજને અટલ બ્રિજ તરીકે ઓળખવામાં આવશે. વડોદરા મહાનગર પાલીકા દ્વારા શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ગુજરાત રાજયનો સૌથી લાબા બ્રિજ આજથી પાંચ વર્ષ પહેલા કરવામાં આવ્યુ હતુ. આ બ્રિજ બનતો હતો ત્યારે શહેરીજનોને ઘણી હાલાકીનો સામનો કરવો પડયો હતો. લોકોને પંડયા બ્રિજ ઉતરતાની સાથે જ કલાકો સુધી બે બે ત્રણ ત્રણ કલાક સુધી ટ્રાફિકમાં અટવાતા હતા. જે શહેરીજનોને હવે આ ટ્રાફિકના જામની સમસ્યાથી હવે છુટકારો મળશે અને શહેરીજનોને પાલીકા દ્વારા નવા વર્ષની ભેટ મળશે.

ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજ રોજ ગેંડા સર્કલ પાસેથી શરુ થતા અટલ પર રીબીન કાપીને શહેરીજનો માટે ખુલ્લો મુકાશે મુખ્યમંત્રી રીબીન કાપ્યા બાદ બ્રીજ પર જશે અને મનિષા ચોકડીથી યુ ટર્ન લઇને ફરી બ્રિજ પર થઇ હેવમોર સર્કલ પાસેથી બ્રિજ પરથી ઉતરીને સર સયાજીનગર ગૃહ ખાતે બીજા કાર્યક્રમો માટે જવાના છે.

કલાકો સુધી ટ્રાફિક જામનાં દૃશ્યો જાેવા મળ્યા હતા

બ્રિજને આખરી ઓપ અપાઇ રહ્યો હતો ત્યારે કલોકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જાેવા મળ્યા હતા.

આજ રોજ જયારે ગુજરાત રાજયના મુખ્યમંત્રી બ્રિજનુ લોકાર્પણ કરવના હોય ત્યારે વડોદરા મહાનગર પાલિકા દ્વારા બ્રિજને આખરી ઓપ આપવામાં આવતો હતો તે સમયે ત્યાં કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જાેવા મળ્યા હતા. લોકોને ઘણી હાલાકીનો કામનો કરવો પડયો હતો. કલાકો સુધીના ટ્રાફિક જામમાં એક એમ્બુલન્સ પણ ફસાઇ જવા પામી હતી અને લોકોને કલાકો સુધી ટ્રાફિકમા ફસાયા હતા.