વડોદરા, તા.૧

વડોદરા શહેર-જિલ્લામાં અલગ અલગ ૩૨ જેટલા સેન્ટરોમાં કોવિડ-૧૯ રસીકરણની કામગીરી અંતર્ગત ૬૦ વર્ષીયથી વધુ ઉંમરની વ્યક્તિને રસી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેરમાં ર૪ અને જિલ્લાના ૮ જેટલા તાલુકા કક્ષાના સેન્ટરો ફાળવવામાં

આવ્યા છે.

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે કોવિડ-૧૯ની રસી લીધા બાદ દેશવાસીઓમાં કોવિડની રસી લેવાનો ઉત્સાહ વધ્યો હતો. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડો. દેવેશ પટેલના જણાવ્યા અનુસાર ગઈકાલ મોડી રાતથી જ રસીકરણ માટે પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું શરૂ કરાયું હતું. અનેક લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને રસી લેવા ઈચ્છુક વ્યક્તિઓ માટે ઓનલાઈન નોંધણી માટેનું એડ્રેસ પણ આપવામાં આવ્યું છે.

આજે ૧ માર્ચ શહેરની ખાનગી, સરકારી અને અર્બન હેલ્થ સેન્ટરોમાં યોજાયેલ રસીકરણના કાર્યક્રમમાં દિવસ દરમિયાન કુલ ૩૬૦૦ વ્યક્તિને રસી મૂકવામાં આવી હતી, જેમાં રપ૦ વેક્સિનેશન કિશનવાડી યુપીએચસી અને રપ૦ સુદામાપુરી યુપીએચસી સેન્ટરમાં આપવામાં આવી હતી.

જ્યારે ૧૮ જેટલા ખાનગી અને સરકારી હોસ્પિટલના સેન્ટરોમાં ૧પ૦ મળી કુલ ૨૭૦૦, જ્યારે ચાર જેટલી હોસ્પિટલોમાં ૧૦૦ મળી કુલ ૪૦૦ મળી કુલ ૩૬૦૦ વ્યક્તિને રસી મૂકવામાં આવી હતી. જ્યારે જિલ્લાના ડભોઈ, ડેસર, કરજણ, પાદરા, સાવલી, શિનોર, વાઘોડિયા અને વડોદરા તાલુકામાં રસીકરણ સેન્ટરોમાં ૪૫ થી ૫૯ વર્ષની ઉપરની વ્યક્તિને દિવસ દરમિયાન ૪૦૯ને રસી આપવામાં આવી હતી. જ્યારે ૬૦ વર્ષની ઉપરની વ્યક્તિને ૨૮૪૪ને રસી આપવામાં આવી હતી. ૪૯૦૦ના ટાર્ગેટ સામે ૩૨૫૩નો લક્ષ્યાંક હાંસલ થયો હતો. અલબત્ત, જિલ્લામાં ૬૬.૩૮ ટકા રસીકરણ કરવામાં

આવ્યું હતું.

સયાજીમાં આજથી કોવિડ રસીકરણ યોજાનાર હોઈ લોકોને ધક્કો પડયો

આજથી કોવિડ-૧૯ રસીકરણનો ત્રીજા તબક્કાનો પ્રારંભ થયોહ તો. જેમાં ર૪ જેટલા સરકારી અને ખાનગી હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરો રસીકરણ માટે ફાળવવામાં આવ્યા હતા. જેથી કેટલીક વ્યક્તિઓ સયાજી હોસ્પિટલમાંના કોવિડ-૧૯ રસીકરણ સેન્ટર ખાતે પહોંચી ગઈ હતી. પરંતુ આજે સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરને ફાળવવામાં ન આવતાં રસીકરણનો કાર્યક્રમ યોજાયો ન હતો. આવતીકાલે રાબેતા મુજબ આપવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. સંખ્યાબંધ લોકો કોવિડ-૧૯ રસી માટે આવી પહોંચેલી વ્યક્તિઓને લીધે હોસ્પિટલના સત્તાધીશોને સૂચના લગાવવાની ફરજ પડી હતી.