સુરેન્દ્રનગર-

લીંબડીમાં 35 કેદીની ક્ષમતા ધરાવતી સબ જેલમાં 52 ઠુસ્યા છે. જેમાંથી 39 કેદી અને 1 કોન્સ્ટેબલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેની માહિતી આપવા ના.કલેકટર, મામલતદાર અને આરોગ્ય અધિકારીએ મૌન રાખ્યું હતું. ત્યારે લીંમડી સબજેલમાં એકસાથે અને એક જ દિવસમાં 39 કેદીઓને કોરોનાવાયરસ ના પોઝિટિવ લક્ષણો દેખાતા હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લા ની લીમડી સબજેલ માં 39 આરોપીઓ કોરોના સંક્રમિત ઉપરાંત જેલ માં ફરજ બજાવનાર પોલીસ કોન્સ્ટેબલનો રિપોર્ટ પણ કોરોના પોઝીટીવ આવ્યો 35ની ક્ષમતાવાળી લીંબડી સબજેલમાં 52માંથી 39 કેદી, 1 કોન્સ્ટેબલને કોરોના સંક્રમિત થયો છે. ત્યારે જીલ્લામાં 24 કલાકમાં 61 નવા કોરોના ના પોઝીટીવ કેસો નોંધાયા હતાં. જિલ્લામાં  કોરોનાના 61 કેસ સામે આવ્યા છે. જેમાં લીંબડી જેલમાં 40, થાનમાં 18 અને ધ્રાંગધ્રામાં 3 કેસ નોંધાયા છે.