વડોદરા, તા.૩૧

વડોદરા કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગ, માર્કેટ તેમજ દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે આજે શહેરના બાવામાનપુરા, પાણીગેટ,મોગલવાડા, .યાકુતપુરા વગેરે વિસ્તારમાં લાયસન્સ કે રજીસ્ટ્રેશન વગર ચાલતી મટન, ચીકનની દુકાનો સામે કાર્યવાહી કરીને ૩૯ જેટલી દુકાનોને સીલ કરીને ગેરકાયદેસર રીતે અનસ્ટેમ્પ્ડ મીટ વેચતા અન હાઈજેનીક ચીકન મટન વગેરેની દુકાનો સામે કાર્યવાહી હાથ ઘરી હતી.

હાઈકોર્ટમાં થયેલ પીઆઈએલ મુજબ હાઈકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યમાં લાયસન્સ કે રજીસટ્રેશન વગર ચાલતી ચીકન, મટનની દુકાનો ગેરકાયદેસર રીતે અનસ્ટેમ્પ્ડ મીટ વેચતી મટનની દુકાને તેમજ અનહાઈજેનીક ચીકન, મટનની દુકાનો સીલ કરવા રાજ્ય સરકારે આપેલી સુચનાના આઘારે વડોદરા મ્યુનિ.કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગ, માર્કેટ વિભાગ,દબાણ ટીમ પોલીસ બંદોબસ્ત સાથે આજે શહેરના વિવિઘ વિસ્તારોમાં આવેલી ચીકન, મટનની દુકાનો તેમજ પાલિકા દ્વારા ભાડે થી ફાળવવામાં આવેલા મટન માર્કેટમાં પણ ચેકીંગની કામગીરી હાથ ઘરી હતી.પાલિકાની ટીમ દ્વારા શહેરના બાવામાનપુરા, પાણીગેટ,મોગલવાડા, યાકુતપુરા, ફેતગંજ,છાણી, છાંણી જકાતનાકા,નીઝામપુરા, પેન્શનપુરા વગેરે વિસ્તારમાં ચેકીંગ કરતા ૩૯ જેટલી દુકાનો લાયસન્સ કે રજીસ્ટ્રેશન વગર ઘંઘો કરતા જણાઈ આવતા ગેરકાયદેસર અનસ્ટેમ્પ્ડ મીટ વેચતા, અનહાઈજેનીક ચીકન મટનની દુકાનો સીલ કરીને બંઘ કરવામાં આવી હતી.

વાડી મોગલવાડા વિસ્તારમાં પાલિકા દ્વારા આપવામાં આવેલ મટન માર્કેટમાં ચેકીંગની કામગીરી દરમિયાન માર્કેટના વેપારીઓ તેમજ સ્થાનિક રહીશોએ ભારે હોબાળો મચાવીને વિરોઘ કર્યો હતો.જાેકે,પોલીસ દ્વારા તમામને માર્કેટની બહાર કાઢવામાં આવ્યા હતા તેમજ પાલિકાની ટીમ દ્વારા સમજાવટ બાદ મટનના વેપારીઓએ તેમની વસ્તુઓ બહાર કાઢ્યા બાદ મટન માર્કેટને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.ઉલ્લેખનિય છે કે, શહેરમાં અનેક સ્થળે ગેરકાયદે કોઈ પણ પરવાના વગર ચીકન, મટનની દુકાનો ઘમઘમે છે.પાલિકા તંત્ર દ્વારા તબક્કાવાર તમામ પરવાના વગર ચાલતી ચીકન મટનની દુકાનો સામે કાર્યવાહી હાથ ઘરાશે તેમ જણાવ્યુ હતુ.પાલિકા તંત્ર દ્વારા દુકાનોને સીલ કરવાની સાથે દુકાનના સંચાલકોને નોટીસ પણ આપી હતી.