સિડની
ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ત્રણ T-20 સીરિઝની અંતિમ મેચમાં સિડની ખાતે 20 ઓવરમાં 5 વિકેટે 186 રન કર્યા છે. કાંગારું માટે મેથ્યુ વેડે પોતાના કરિયરની ત્રીજી અને ગ્લેન મેક્સવેલે આઠમી ફિફટી ફટકારતા અનુક્રમે 80 અને 54 રન કર્યા. તે સિવાય સ્ટીવ સ્મિથે 24 રનનું યોગદાન આપ્યું. ભારત માટે વી. સુંદરે 2, જ્યારે શાર્દુલ ઠાકુર અને ટી. નટરાજને 1-1 વિકેટ લીધી. મેથ્યુ વેડ શાર્દુલ ઠાકુરની બોલિંગમાં LBW આઉટ થયો હતો. તેણે રિવ્યૂ લીધો પરંતુ અમ્પાયરનો નિર્ણય ફેરવી શક્યો નહીં. આ તેની T-20માં ત્રીજી ફિફટી હતી. તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન 7 ફોર અને 2 સિક્સ મારી.
આરોન ફિન્ચ શૂન્ય રને વી. સુંદરની બોલિંગમાં મીડ-ઓફ પર હાર્દિક પંડ્યાના હાથે કેચ આઉટ થયો હતો. તે પછી સ્ટીવ સ્મિથ સુંદરની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે 23 બોલમાં 24 રન કર્યા હતા.
ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઇન્ડિયાએ પોતાની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમમાં કેપ્ટન આરોન ફિન્ચની વાપસી થઇ છે. તે ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસની જગ્યાએ રમી રહ્યો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments