કચ્છ-

આજે સવારે 9.46 કલાકે રીક્ટર સ્કેલ પ્રમાણે 4.3 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે, તેના લીધે વર્ષ 2001 ની 26 જાન્યુઆરીની યાદ ફરી વખત તાજી થઈ ગઈ છે, તેમ છતાં કોઈ જાતોની જાનહાનીના સમાચાર નથી , મળતી માહિતી પ્રમાણે કહેવામાં આવ્યું છે કે આજે આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડાથી ઇસ્ટ થી સાઉથ ઇસ્ટ તરફ 26 કિ.મી દુર નોંધાયું છે. લોકો સવારે ભૂકંપ આવતાની સાથે ઘરોની બહાર દોડી ગયા હતા. જાણવા મળે છે કે ગઈકાલે મોડીરાત્રે 2.19 વાગે ભચાઉમાં પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો તેની તીવ્રતા પણ રીક્ટર સ્કેલ; પ્રમાણે 2.2 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 12 કી.મી દુર નોધાયું હતું. લગભગ આજથી 20 વર્ષ પહેલા આવેલા ભૂકંપે જે વિનાશ વેર્યો હતો તેની ગુંજ અને ગભરાટ આજ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોના દિલો દિમાગ પરથી ભુસાઈ નથી, અત્યાર સુધી ભૂકંપના આફટર શોક સતત આવી રહ્યા છે, આજે આવેલા ભૂકંપના ઝાટકાની સાથે સુરત, ઓલપાડ, ભરૂચ, ડાકોર અને ખેડામાં પણ 3 સેકંડ સુધી ભૂકામ અનુભવાયો હતો. ભૂકંપની વાત સાંભળતાની સાથે જ લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા.