છોટાઉદેપુર : કવાંટ તાલુકાના રાયસીંગપુરા પાસે ડસ્ટન ગો ગાડી માં લઇ જવાતો રૂપિયા ૪,૩૫,૬૪૦ નો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ બાતમી ના આધારે કવાંટ પોલીસે ઝડપી પાડ્યો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર કવાંટ પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન કવાંટ પો.સ.ઇ ને બાતમી મળેલ કે એમ.પી તરફથી ડસ્ટન ગો ગાડીમાં વિદેશી દારૂ ભરી લઈ કવાંટ થી નસવાડી તરફ જનાર છે તે બાતમીના આધારે પો.સ.ઇ નિનામા અને પોલીસ સ્ટાફ ના માણસો સાથે રાયસીંગપુરા લીંબડી ફળિયા ગામે રોડ ઉપર નાકાબંધી માં હતા તે દરમિયાન ડસ્ટન ગો કંપની જેનો નંબર ય્ત્ન ૦૬ ત્નઈ ૬૫૨૩ ગાડી નો ચાલક સંદીપભાઈ પરસોત્તમ ભાઈ બારીયા ઉ.વ ૨૮ હાલ રહે વડોદરા, ગજાનંદ સોસાયટી છ/૨૦ ગોત્રી તા.જી. વડોદરા. મૂળ રહે આનંદપુરા, બારીયા ફળિયા, તા.સંખેડા વગર પાસ પરમીટ નો ભારતીય બનાવટ ની વિદેશી દારૂ ની મેકડોવેલ્સ નં ૧ વ્હિસ્કી બ્રાન્ડની નંગ ૮૪ જે એક નંગ ની કિંમત ૯૬૦ રૂપિયા લેખે કુલ કિ. રૂ. ૮૦,૬૪૦ તથા મોબાઈલ નંગ ૧ કી. રૂ.૫,૦૦૦ તથા હેરાફેરી માં વપરાયેલ ગાડી ની કી. રૂ.૩,૫૦,૦૦૦ મળી કુલ કી. રૂ.૪,૩૫,૬૪૦ ના મુદ્દામાલ સાથે ગાડી નો ચાલક સંદીપભાઈ પરસોત્તમ ભાઈ બારીયા પકડી પાડીને તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.