વડગામ : ગુજરાત રાજ્યની વિધાનસભાની પેટા ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે.ઉમેદવારો પણ નક્કી થઈ ગયા છે .ચૂંટણી પ્રચાર પણ પુરજોશમાં ચાલી રહ્યો છે.આ ચૂંટણી પ્રચારમાં જોડાઈ અબડાસા વિધાનસભાનું કમળ ગાંધીનગર મોકલવા માટે થઇને બનાસકાંઠા જીલ્લા યુવા ભાજપની ૯૫ કાર્યકર્તાની ટીમ સક્રિય રીતે ત્રણ દિવસીય ડોર ટુ ડોર કેમ્પેઈંગમાં અબડાસા જઈ કામ કરશે. આ કામગીરી અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સીટ દીઠ કામની વહેચણી સંદર્ભે બનાસકાંઠા જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ હરેશભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ડીસા મુકામે બનાસકાંઠા જિલ્લા યુવા મોરચાની મીટીંગ મળી હતી. જેમાં ત્રીદિવસીય ૧૭ સપ્ટેમ્બરથી ૧૯ સપ્ટેમ્બર સુધી અબડાસા વિધાનસભાની ૬ જિલ્લા પંચાયત સીટો પર બનાસકાંઠા જિલ્લા યુવા-મોરચાના ૯૫ કાર્યકર્તા જે અબડાસા વિધાનસભાના પ્રચાર પ્રસારમાં જવાના છે. એમની કામગીરી સંદર્ભે આજરોજ આ બેઠકમાં જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત સીટોની વહેચણી કરવામાં આવી હતી. 

આ દરેક કાર્યકર્તાઓને બનાસકાંઠા જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ હરેશભાઈ ચૌધરીએ માર્ગદર્શિત કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા યુવામોરચાના મહામંત્રી રામસિંગ રાજપૂત,પ્રકાશ ઠાકોર તથા વિસ્તારક યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહ્યા હતા.