અમદાવાદ, ગુજરાતમાં કોરોના વકર્યો/ રાજ્યમાં આજે નવા આવ્યા ૬ હજારથી વધારે કેસ, ચેતી જજાે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરજાે ગુજરાતમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધતાં જાય છે. હજૂ ગતરોજ સુધી દરરોજ પાંચ હજાર જેટલા કેસો આવી રહ્યા હતાં. ત્યારે હવે આજે નવા ૬૨૭૫ કેસ આવ્યા છે. રાજ્યમાં હવે દરરોજના કોરોના કેસોનો આંકડો ૬ હજારને પાર કરી ગયો છે. જેમાં સૌથી વધારે અમદાવાદમાં નવા ૨૪૮૭ કેસો આવ્યા છે. રાજ્યમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની વાત કરીએ તો, આજના દિવસ માટે રાહતના સમાચાર છે કે, ગુજરાતમાં આજે કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનના એક પણ કેસ આવ્યા નથી. સાથે જે આજે આ વેરિએન્ટથી સંક્રમિત ૧૯ લોકો સાજા થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે.

ગુજરાતમાં જેમ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૨૭૫ કેસ આવ્યા છે. તેમ આજે ૧૨૬૩ લોકોએ કોરોનાને મ્હાત પણ આપી છે. આમ હવે રાજ્યમાં કુલ કેસ ૮,૬૨,૨૦૪ થઈ ગયા છે. અત્યાર સુધીમાં ૮,૨૪,૧૬૩ લોકોએ કોરોનાને હરાવ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા ૨૭,૯૧૩ છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં ૧૦,૧૨૮ લોકોના મોત પણ થયાં છે. જ્યારે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૨૩૬ કેસ થઈ ગયા છે. જાે કે, સારી બાબત એ છે કે, આજના દિવસે ઓમિક્રોનનો એક પણ કેસ નવો આવ્યો નથી.

૧૦ જાન્યુ.થી ૬૦ વર્ષ ઉપરના વૃદ્ધોને કોમોર્બિટ ડોઝ આપવામાં આવશે

અમદાવાદ સહિત રાજ્યમાં આવતીકાલથી ફ્રન્ટલાઇન વોરિયર્સ, હેલ્થ કેર વર્કર, આંગણવાડી કાર્યકરો અને આરોગ્ય કર્મીઓને આવતીકાલ એટલે કે ૧૦ જાન્યુઆરીના રોજ કો મોર્બિડ રસી આપવામાં આવશે. જેમાં ૬૦ વર્ષ અને તેના થી ઉપરના વૃધ્ધો ને પણ રસી આપવામાં આવશે.અમદાવાદ જિલ્લામાં પણ તમામ પી એચ સી અને સી એચ સી પર થી રસી આપવામાં આવશે. જે લોકો એ પહેલો અને બીજાે ડોઝ લઈ લીધો હશે અને ૩૯ વીક થયા હશે તેમણે જ આ કો મોર્બિડ રસી આપવામાં આવશે. જીલ્લમા આ તમામ લોકો માટે રસી માટેની તૈયારી કરી દેવામાં આવી છે. સોલા સિવિલ ખાતેથી આરોગ્ય પ્રધાન ઋષિકેસ પટેલ રસીકરણની શરૂઆત કરાવશે આરોગ્ય પ્રધાન સાથે જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા હજાર રહેશે. સિવિલ ખાતે થી નિમિશાબેન પટેલ શરૂઆત કરાવશે. જે વૃદ્ધો અને કોરોના વોરિયર્સને કો વેક્સિન અને કોવિશિલ્ડ રસી આપવામાં આવી છે તેમણે તેજ રસી આપવામાં આવશે.

૫૦ ટકાથી ઓછા પેસેંજર હશે તો ફ્લાઇટ રદ કરાશે

દેશ વિદેશમાં ઓમિક્રોન અને કોરોના વાઇરસએ માથું ઉચક્યું છે. ત્યારે હવે ત્રીજી લહેરથી બચવા માટે અનેક દેશો અને વિદેશોમાં ગાઈડ લાઈન હાજર કરવામાં આવી છે અને સાવચેતી અને સલામતી રાખવા માટે તાકીદ કરવામાં આવી છે ખાસ કરીને મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પરિસ્તીથી ગંભીર બની રહી છે જેની અસર હવે ફ્લાઇટ પર પડી છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને દિલ્હીની મોટા ભાગની ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે અથવા તો ઋ શિડ્યુયલ કરવી પડી રહી છે. બીજી લહેર વખતે પણ આજ પરિસ્થિતી આવી હતી જેમાં પણ એરપોર્ટ અને એરલાઇન્સ કંપનીઓ ને મોટું નુકશાન સહન કરવાનો સમય આવ્યો હતો. ત્યારે ફરી એજ પરિસ્થિતીનું પુનરાવર્તન થઈ રહ્યું છે. હાલમાં દરોજ ૧૦ જેટલી ફ્લાઇટ રદ થઈ રહી છે જેમાં મહારસ્ત્રની સૌથી વધુ ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે. ત્યારે એરલાઇન્સ કંપનીએ હવે ર્નિણય કરાયો છે કે ૫૦ ટકા થી ઓછા પેસેંજર હશે તો ફ્લાઇટ રદ કરવામાં આવશે. અથવા તો તેને મર્જ કરાશે.હાલમાં ડોમેસ્ટિક ફ્લાઇટમાં ૫૦ થી ૬૦ ટકા જ પેસેન્જરો મળી રહ્યા છે. ઇંડિગોમાં ૬૪ ટકા, એર ઈન્ડિયા ૫૯ ટકા, સ્પાઇટજેટ ૬૭, વિસ્તારા ૫૧ અને ગો ફાસ્ટમાં ૫૮ ટકા પેસેન્જરો આવી રહ્યા છે.