વડોદરા : શહેર-જિલ્લામાં કોરોના રક્ષણાત્મક રસીકરણ સામે કોરોનાના આજે ૪૧ પોઝિટિવ કોરોના દર્દીઓ નોંધાયા હતા જ્યારે ૪૯ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. વિતેલા છેલ્લા ૨૪ કલાક દરમિયાન એકપણ દર્દીનું સારવાર દરમિયાન મોત ન થતાં કોરોનાનો મૃત્યુઆંક ૨૪૧ પર સ્થિર રહ્યો હતો. હાલ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાં ૨૬ દર્દીઓ વેન્ટિલેટર પર, ૫૯ દર્દીઓ ઓક્સિજન પર, જ્યારે ૫૧૨ સુધારા પર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ ૨૩,૨૬૬ લોકો કોરોનાને મ્હાત આપી ચૂકયા છે. વડોદરામાં હાલ એક્ટિવ કેસ ૫૯૭ છે. શહેર-જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના ૨૪,૧૦૪ પોઝિટિવ કેસ નોંધાયા છે જે પૈકી પૂર્વ ઝોનમાં કુલ ૩૫૭૬, પશ્ચિમ ઝોનમાં કુલ ૩૯૨૮, ઉત્તર ઝોનમાં કુલ ૪૬૯૭, દક્ષિણ ઝોનમાં કુલ ૪૩૭૦, જ્યારે ગ્રામ્યમાં કુલ ૭૪૫૬નો સમાવેશ થાય છે. કોરોનાના શહેરના વિસ્તાર પૈકી અકોટા, નવાયાર્ડ, તરસાલી, પાણીગેટ, દિવાળીપુરા, કિશનવાડી, નવાપુરા, વડસર, વારસિયા, સવાદનો સમાવેશ થાય છે, જ્યારે ગ્રામ્યમાં જરોદ, સાવલી, ડભોઈ, પાદરા, ધાવટ, કરજણનો સમાવેશ થાય છે.