અંબાજી : ગુજરાતમાં સારવર્ત્રિક વરસાદ વર્ષી રહ્યો છે.અંબાજી, દાંતા પંથકમાં વરસાદની ઘટ જોવા મળી હતી. પણ છેલ્લા બે દિવસથી અંબાજી, દાંતા પંથક ભારે વરસાદ વર્ષી રહ્યો છે. દાંતામાં રવિવારે ચાર ઇંચ અને અંબાજીમાં સવારે બે ઇંચ વરસાદ વરસ્યા બાદ વરસાદે ફરી સાંજના સુમારે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેના પગલે અંબાજીના નીચાણવાળા બજારોમાં પાણી ફરી વળ્યાં હતા. જેમાં બાઈક પણ તણાઇ ગઇ હતી. જયારે અંબાજી પોલીસ સ્ટેશન હાઇવે માર્ગ પાર ઘૂંટણ સમા પાણી ભરાતા હાઇવે પાણીમાં ગરકાવ થયો હતો. જેના પગલે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાલના તબક્કે અંબાજી, દાંતા પંથકમાં પડેલા ભારે વરસાદના પગલે ખેતરોમાં પણ પાણી ભરાતા મકાઈના પાકને મોટું નુકસાન થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક ચોક્કસ થઇ છે. કાચા મકાનોવાળા વિસ્તારોમાં દીવાલો ગળી ધરાશાયી થાય તેવો ડર પણ ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારમાં ભય સેવાઈ રહ્યો છે.દાંતા પંથકમાં ૬ ઇંચ અને અંબાજી પંથકમાં ૩ ઇંચ ઉપરાંત વરસાદ ખાબક્યો હતો.