સુરત : છેલ્લા કેટલાક દિવસોથી જીવલેણ કોરોના વાયરસનશ્વા સંક્રમીત કેસોમાં ઘટાડો જાવા મળી રહ્ના છે તે વચ્ચે આજે સવારે સુરતમાં વધુ ૨૨૨ પોઝિટિવ કેસ બહાર આવ્યા છે. જ્યારે બુધવારે ચાર વ્યકિતના મોત થયા છે.શહેરમાં ૬૯ અને ગ્રામ્યમાં ૩૫ કેસ નોધાયા છે. સુરત શહેરમાં સોથી વધુ કેસ કતારગામ ઝોનમાં ૩ હજારને પાર કરી ગયા છે. 

ગુજરાતમાં કોરોના વાયરસે ભારે હાહાકાર મચાવ્યો છે. જેમાં સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. જાકે છેલ્લા કેટલાક દિવસોથી રોજના આવતા થોકબંધ કેસમાં ઘટાડો થયો છે.આજે સવારે સુરતમાં વધુ ૨૨૨ કેસ સપાટી ઉપર આવ્યા છે. સાંજ સુધીમાં તેમા વધારો થાય તેવી શકયતા છે. આ સાથે સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૯,૮૨૫ ઉપર પહોંચી છે જેમાં સુરત શહેરમાં આજના ૬૯ કેસ મળી ૧૫,૪૯૩ અને ગ્રામ્યમાં ૩૫ મળી ૪,૨૧૪ થયા છે. સુરતમાં અત્યાર સુધીમાં ૭૯૪ દર્દીઓના મોત થયા છે. જયારે અત્યાર સુધીમાં ૧૬૧૩૯ દર્દીઓને કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. કોરોનાને કાબુમાં લેવા માટે તંત્ર દ્વારા અથાગ પ્રયાસો કરવામા આવી રહ્ના છે. અને અલગ અલગ ટીમો બનાવી સર્વેની કામગીરી હાથ ધરવામા્‌ આવી છે જેમાં ગઈકાલે ૨૬૨૫ ટીમ દ્વારા ૨૫૮૮૭૨ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો.