દેહેરાદુન-

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં શનિવારે પહાડ સરકવાથી 4 લોકોના મોત થઈ ગયા અને ૧૧ લોકો ઘાયલ થયા છે.આ લોકો એક ધાર્મિક સમારોહમાં સામેલ થઈને પાછા ફરી રહ્યાં હતા. રવિવારે મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પીડિત પરિવારોની મુલાકાત કરી હતી. તેમણે મૃતકોના પરિવારજનોને 4 -4 લાખ રૂપિયાનું વળતર આપવા અને ઘાયલોની સારવારનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે.

મંડી જિલ્લાના કલ્હણીમાં શનિવારે લગભગ સવા 6 વાગ્યે એક ધાર્મિક કાર્યક્રમ હતો. જેમાં સામેલ શ્રદ્ધાળુ જંજલી તરફ પાછા ફરી રહ્યાં હતા. એક જીપ આગળ નીકળી ગઈ. પાછળ આવી રહેલી બીજી ગાડીઓ પર પહાડ પરથી કાટમાળ અને ઝાડ આવી પડ્યાં હતા. ત્યારપછી જીપ ખીણમાં પડી ગઈ હતી. ઘટનામાં જીપમાં સવાર 15 લોકોમાંથી 3 લોકોના મોત થયા હતા, 12 ગંભીર રીતે ઘાયલ થયા છે. આ લોકોને ઉતાવળમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. રવિવારે સવારે ૫ વાગ્યે એક ઘાયલ વ્યક્તિએ દમ તોડ્યો હતો.

રવિવારે જયરામને બાલીચોકીમાં રેશમ વિભાગના કાર્યક્રમમાં સામેલ થવાનું હતું. તેમનો શિમલાથી ભુંતર એરપોર્ટ આવવાનો કાર્યક્રમ હતો, પણ રાતે બનેલી દુર્ઘટના પછી તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો. તે ભુંતરની જગ્યાએ સીધા મંડી પહોંચી ગયા.મુખ્યમંત્રીએ જાેનલ હોસ્પિટલ મંડીમાં ઘાયલોના ખબર અંતર