પાદરા.તા.૧ 

પાદરા માં કોરોના વાઈરસ ના કેસમાં પાદરામાં હવે દિવસે દિવસે ચિંતા જનક સ્થિતિ સર્જાઈ રહી છે. પાદરામાં લોકડાઉનમાં ચોકારી ગામે કોરોના નો સૌ પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ અનલોક-૧ માં રોજે રોજ કેસો નોંધાવા મામલે રાજ્ય ના તમામ તાલુકાને પાદરા એ પાછળ પાડી દીધું છે.

પાદરા માં છેલ્લા ૨૪ કલાક માં વધુ ૬ લોકોના કોરોના નો રીપોર્ટ પોઝીટીવ આવતા પાદરા માં કોરોના દર્દીઓની સંખ્યા ૧૧૬ ઉપર પહોચી જવા પામી છે. જે આજે આવેલ ૬ પોઝીટીવ કેસો પૈકી ૧ નું મોત નીપજ્યું હોવાની આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે અન્ય કોરોના સંક્રમિત લોકો જુદી જુદી ખાનગી હોસ્પિટલ માં સારવાર લઇ રહેલા હોવાનું પણ જાણવા મળેલ છે.

અનલોક-૧ માં પાદરામાં સામાન્ય દર્દીઓની કુદકે ને ભૂસકે વધતી સંખ્યા ને લીધે અનેક ખાનગી હોસ્પીટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે જે તંત્ર માટે ચિંતા નો વિષય છે. પાદરામાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં કોરોના અંગે સર્વે હાથ ધરાયો દવા ઉકાળાનું વિતરણ પાદરામાં આરોગ્ય વિભાગ દ્વારા વધતા જતા કેસો ને લઇ નગરના વિવિધ વિસ્તારોમાં આશાવર્કર તેમજ સી.એચ.ઓ તેમજ એચ.એસ.ડબ્લ્યુ નર્સ બેહનો દ્વારા કન્ટેન્ટમેન્ટઝોન તેમજ બફરઝોન વિસ્તાર સહીત નગર ના અન્ય વિસ્તારોમાં કોરોના અંગે સર્વે હાથ ધરવામાં આવે છે. અને તેમને કોરોના અંગે દવા તેમજ ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

અંકલેશ્વર તાલુકામાં એક પોલીસ કર્મચારી સહિત કોવિડ પોઝિટિવના પાંચ વધુ કેસ નોંધાતા ફફડાટ

અંકલેશ્વરમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા માં દિન પ્રતિદિન વધારો નોંધાય રહ્યો છે , અને બુધવાર નાં રોજ એક પોલીસ કર્મી સહિત પાંચ કેસ પોઝિટિવ આવ્યા હતા. અંકલેશ્વર માં કોરોના વાયરસ ઝડપી ગતિએ ફેલાય રહ્યો છે , સતત કેસમાં વધારો નોંધાય રહ્યો છે , બુધવાર નાં રોજ કોવિડ નાં વધુ પાંચ કેસ નોંધાયા હતા , જેમાં શહેર નાં પારેખ ફળિયામાં એક , શ્રી રામ સોસાયટીમાં બે કેસ , જ્યારે શહેર પોલીસ લાઈનમાં રહેતા પોલીસકર્મી તેમજ જીતાલી ગામ માં એક કોરોના વાયરસ નો પોઝિટિવ કેસ નોંધાયો હતો , આમ અંકલેશ્વરમાં આજરોજ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા હતા. પોલીસકર્મી રતિલાલભાઈ વસાવા કોરોના સંક્રમિત થતા શહેર પોલીસ તંત્રમાં ભયનો માહોલ છવાયો હતો , અને તકેદારી નાં જરૂરી પગલા લેવામાં આવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે. અંકલેશ્વર માં કોરોના વાયરસ નાં સતત વધી રહેલા પોઝિટિવ કેસો ને કારણે દર્દીઓ ની સંખ્યા ૨૬ પર પહોંચી છે.