દિલ્હી-

તાજેતરમાં સંપન્ન થયેલી ૪ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યસભાની ૪ બેઠકો ખાલી થઈ ગઈ છે. આ તમામ બેઠકો પર ૪ સાંસદ વિધાનસભા થકી રાજ્યસભા સુધી પહોંચ્યા હતા. જેમાંથી કેટલાક સભ્યો પોત-પોતાના રાજ્યોમાં મંત્રી તરીકે પણ કામ કરશે.૨૦૧૭માં રાજ્યસભા માટે ચૂંટાયેલા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડૉ માનસ ભૂઈયાએ વિધાનસભા ચૂંટણી લડી હતી. જેમાં જીત મેળવીને હાલ તેઓ રાજ્યના વૉટર રિસોર્સ ઈન્વેસ્ટિગેશન એન્ડ ડેવલોપમેન્ટ મિનિસ્ટર છે.

આજ પ્રકારે એઆઇડીએમકેના કે આર વૈથિલિંગમ, જે ૨૦૨૨માં રાજ્યસભાથી નિવૃત થવાના હતા, તેમણે ઓરથાનાડુ વિધાનસભા વિસ્તારમાંથી જીત્યા બાદ સાંસદ પદેથી રાજીનામું આપી દીધુ છે. તેઓ તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષી પાર્ટીમાં છે.તેમની પાર્ટીના સહયોગી કેપી મુનુસામીએ પણ તમિલનાડુ વિધાનસભાના સભ્ય બનવા માટે સંસદ પદેથી રાજીનામું આપી દીધુ હતુ. મુનુસામીએ વેપ્પનહલ્લી વિધાનસભા વિસ્તારથી ચૂંટણી જીત્યાં છે. અન્ય એક રાજ્યસભા સાંસદ, અસમથી વિશ્વજીત દૈમારીએ રાજ્યસભા સાંસદ પદ છોડ્યું છે. રાજ્યના કેટલાક અધિકારીઓના જણાવ્યા મુજબ, ભાજપ ધારાસભ્યના રાજ્યની વિધાનસભામાં આગામી અધ્યક્ષ બનવાની સંભાવના છે. આ સિવાય તારકેશ્વર બેઠક પરથી બંગાળ ચૂંટણી લડનારા સાંસદ સ્વપન દાસગુપ્તાએ પણ સંસદ તરીકે રાજીનામું આપી દીધુ હતું.

ચૂંટણી પ્રક્રિયા અનુસાર, રાજ્યસભામાં આ ખાલી પડેલી બેઠકો ભરવા માટે પેટાચૂંટણી થશે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ પોતાના સાંસદો દ્વારા ખાલી કરવામાં આવેલી બેઠકોને સરભર કરવામાં સક્ષમ હશે. સુત્રો મુજબ, તૃણમૂલ કોંગ્રેસ પ્રશાંત કિશોર અને યશવંત સિન્હાને રાજ્યસભામાં મોકલી શકે છે.તમિલનાડુમાં એઆઇએડીએમકે સાંસદો દ્વારા ખાલી થયેલી બન્ને બેઠકો સત્તાધારી ડીએમકે ની પાસે જવાની સંભાવના છે. જ્યારે અસમ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની ૪ બેઠકો પર પેટાચૂંટણી થશે. ભારતના રાષ્ટ્રપતિને સ્વપન દાસગુપ્તાની બેઠક માટે એક પ્રતિષ્ઠિત વ્યક્તિને નોમિનેટ કરવાના હોય છે. જાે કે નિયમ મુજબ દાસગુપ્તાનું પુનઃ નોમિનેશન પણ થઈ શકે છે.