દિલ્હી-

કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દરરોજ વધઘટ જાેવા મળી રહી છે. કોઈક દિવસે કોરોનાનો ગ્રાફ નીચે જાેવા મળતા રાહત લાગે છે અને બીજા જ દિવસે આંકડામાં મોટો ઉછાળો જાેવા મળતાં ચિંતામાં વધારો થાય છે. કોરોનાની ત્રીજી લહેરને ચેતવણીની વચ્ચે કોરોના વાયરસના વધતા કેસ ચિંતા વધારી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ફરી ૪૦ હજારથી વધારે કેસ નોંધાયા છે અને ૬૦૦થી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૩,૬૫૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૬૪૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૧૩,૭૧,૯૦૧ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૪૪,૬૧,૫૬,૬૫૯ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોના વાયરસ મહામારી સામે લડીને ૩ કરોડ ૬ લાખ ૬૩ હજાર ૧૪૭ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૪૧,૬૭૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૩,૯૯,૪૩૬ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૨૨,૦૨૨ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૭ જુલાઈ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૬,૦૯,૦૦,૯૭૮ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના ૨૪ કલાકમાં ૧૭,૩૬,૮૫૭ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૦ કેસ નોંધાયા છે, જ્યારે ૫૭ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને કારણે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને ૯૮.૭૪ ટકા થયો છે. રાજ્યમાં મંગળવાર સાંજે ૫ વાગ્યા સુધીમાં ૩,૬૯,૧૬૪ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કુલ ૩,૨૧,૭૫,૪૧૬ દર્દીઓને કોરોનાને મ્હાત આપી છે. ગુજરાતમાં અત્યારે કુલ ૨૮૫ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી ૦૫ લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૨૮૦ દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં ૮,૧૪,૪૧૩ લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૧૦૦૭૬ લોકોનાં મોત થઇ ચુક્યા છે.